તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની સારવાર:સિવિલમાં બે દિવસમાં જ કોરોનાના 96 દર્દી વધ્યા, ખાનગી હોસ્પિટલોમાં કુલ 1415 દાખલ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સિવિલની 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના કુલ 336 દર્દી દાખલ છે, જેમાંથી 8 વેન્ટિલેટર પર છે. જ્યારે આહ્ના સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલોમાં કુલ 1415 દર્દી દાખલ છે. જેમાંથી 101 વેન્ટિલેટર પર છે. બે દિવસમાં સિવિલમાં કોરોનાના નવા 96 દર્દી દાખલ થયા છે. શુક્રવારે હોસ્પિટલમાં 240 દર્દી હતા. જે વધીને રવિવારે 336 થઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલોમાં 48 ટકા બેડ ભરાઇ ગયા છે, આ 1415 દર્દીમાં સૌથી વધુ 596 દર્દી એચડીયુમાં સારવાર હેઠળ છે, આઇસોલેશનમાં 527, વેન્ટિલેટર વિના આઇસીયુમાં 191 તેમજ વેન્ટિલેટર સાથે આઇસીયુમાં 101 દર્દી સારવાર લઇ રહ્યા છે.

મણિનગરના 4 સહિત 14 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા

 • અગ્રવાલ ટાવર, બ્લોક-સી, આઠમો માળ, જોધપુર
 • અશ્વરી ટાવર, બ્લોક-ડી-ત્રીજો માળ,
 • અર્બુદા સોસાયટી, એલ.જી. હોસ્પિટલ સામે, મણિનગર
 • શર્વિલ એપાર્ટમેન્ટ, પ્રકાશનગર, મણિનગર
 • મંદિર કોમ્પલેક્ષ, જયહિંદ ચાર રસ્તા, મણિનગર
 • નટકમલ કોમ્પલેક્સ, પ્રકાશનગર, મણિનગર
 • જનકપુરી સોસાયટી, ઘર નંબર 41થી 52, વટવા
 • અમરદિપ એપાર્ટમેન્ટ, બીજો માળ, પાલડી
 • પંચામૃત રેસિડન્સી, બ્લોક બી 201, બ્લોક બી 204, નિકોલ
 • અર્જુન ટાવર, બીજો માળ એ-1 બ્લોક, 9 અને 10મો માળ ડી-1 બ્લોક, 3થી 5 માળ સી-1 બ્લોક, ઘાટલોડિયા
 • જીવનદિપ સોસાયટી, ઘર નં. 30થી 32, 107, 108, થલતેજ
 • પોપ્યુલર પેરાડાઈઝ, 9 અને 10મો માળ એ બ્લોક, 10મો માળ બી બ્લોક, પહેલો માળ સી બ્લોક, ગોતા
 • મલબાર કન્ટ્રી,એ બ્લોક 2, 4, 5, 6 માળ, F બ્લોક ગોતા
 • સેન્ચ્યુરી ટાવર, એ-સી બ્લોક બીજા-નવમો માળ, બોડકદેવ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો