• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Just Three Months Of The Academic Session, Schools Get A Commission Of Rs 600 Crore From Books And Dresses; Earnings Up To Rs. 2200 Per Student

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:શૈક્ષણિક સત્રના માત્ર ત્રણ મહિનામાં સ્કૂલો બુક્સ, ડ્રેસમાંથી 600 કરોડ રૂપિયાનું કમિશન મેળવી લે છે; વિદ્યાર્થીદીઠ 2200 રૂપિયા સુધીની કમાણી

અમદાવાદ18 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજ્યમાં ધો 1થી 12ના કુલ 1.13 કરોડ વિદ્યાર્થી, 70 લાખ સરકારી, 43 લાખ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે
  • 20 રૂપિયાની કોપી 70માં વેચાય છે, 200ની બુક્સની MRP રૂ. 2500 સુધી
  • સ્કૂલ અને સ્ટેશનરી કંપની વચ્ચેનો માણસ વહીવટકર્તા, સ્કૂલ-માલિકો સીધા ઇન્વોલ્વ થતા નથી, પરંતુ કમિશન નક્કી કરે છે

સ્કૂલો શરૂ થવાના શરૂઆતના ત્રણ મહિનામાં જ ખાનગી સ્કૂલ-સંચાલકો 600 કરોડથી વધુ આવક માત્ર કમિશનથી કમાય છે. વર્ષ દરમિયાન ખાનગી સ્કૂલોના વાલી બાળકોની સ્ટેશનરી અને અન્ય વસ્તુઓની ખરીદી પાછળ સરેરાશ 2 હજાર જેટલું કમિશન આપે છે. બુક્સ એન્ડ સ્ટેશનરી એસોસિયેશનના પ્રમુખ નરેશ શાહે સ્વીકાર્યું હતું કે પ્રાઇવેટ સ્કૂલોમાં કમિશન ઊંડે સુધી ઊતરેલું છે. ધો.1થી 12 સુધીના અભ્યાસમાં વાલી 60થી 90 હજાર રૂપિયા સુધી કમિશન ચૂકવે છે.

રાજ્યભરમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાના ત્રણ જ મહિનામાં સ્કૂલો કમિશન પેટે 600 કરોડ રૂપિયા કમિશન પેટે કમાઈ લે છે. જોકે આનો કોઈ જ રેકોર્ડ હોતો નથી. કમિશનનો આ સમગ્ર ખેલ એમઆરપી પર આધાર રાખે છે. 70 રૂપિયામાં ખરીદેલી બુક પર 1700 સુધીમાં વાલીને વેચે છે. વાલીને એમઆરપી પર વેચવામાં આવે છે. વાલી એમઆરપી પર ભરોસો રાખીને બુક્સ ખરીદે છે. ઘણી સ્કૂલો વાલીઓને બુક્સ ખરીદવા ઓનલાઇન પોર્ટલની માહિતી પણ મોકલી છે.

શિક્ષણ વિભાગે સ્કૂલોમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ન થઇ શકે અને સ્કૂલોમાં પાઠ્યપુસ્તક મંડળનાં જ પુસ્તકોનો અભ્યાસ કરાવવો એવો પરિપત્ર કર્યો હોવા છતાં પણ સ્કૂલો ખાનગી પબ્લિકેશનનાં પુસ્તકો વાલીઓને ખરીદવા જણાવે છે. સ્કૂલો વાલીને સીધી રીતે દબાણ કરતી નથી, પરંતુ વર્ગખંડમાં ખાનગી પબ્લિકેશનનાં પુસ્તકો ભણાવે છે, જેથી પુસ્તક ન ખરીદનાર વાલીનાં બાળકો લઘુતાગ્રંથી અનુભવે છે. આ સ્થિતિમાં વાલીએ ફરજિયાત ખાનગી પબ્લિકેશનનાં પુસ્તકો ખરીદવાં પડે છે. સ્કૂલો કમિશનથી પુસ્તકો અને અન્ય તમામ વસ્તુઓ વેચતી હોવા છતાં પણ કોઇ સ્કૂલ સામે કડક કાર્યવાહી કરાઇ નથી.

સંચાલકોના મતે, કોઇપણ એક બુક એક વર્ષ પડી રહે તો એની કિંમત અડધી થઇ જાય છે. ઓછી કિંમતની સ્ટેશનરી નાની નાની સ્કૂલોને નજીવી કિંમતે વેપારીઓ વેચી દે છે. ત્યાર બાદ નાની સ્કૂલો વાલીઓને આ બુક્સ બાળકોના હિતમાં છે એવું જણાવીને 10 ટકા ડિસ્કાઉન્ટ આપીને વેચી દેવા જણાવે છે.

સ્કૂલે આપેલી વેબસાઇટ પર પાઠ્યપુસ્તકોના ભાવ

સ્કૂલની વેબસાઇટ પરના ભાવ

સ્ટેશનરી એસો. આપેલી કિંમત

ફોર લાઇન બુક (180 પેજ) -

4530

સ્મોલ સ્ક્વેર બુક (180 પેજ)

4530

ડબલ લાઇન બુક (180 પેજ)

4530

સિંગલ લાઇન બુક (180 પેજ)

6030
ક્લે10045 થી 70
પેન્સિલ કલર50થી 10030થી 70
પેન્સિલ બોક્સ7060
પોસ્ટર કલર - (12 શેડ્સ)15090
વોટર કલર150100 થી 120
બ્રેશ પેન195180
બ્રેશ (ચાર સેટ)9060
કંપાસ બોક્સ10075

...આ રીતે સમજો ફુલસ્કેપ ચોપડાના કમિશનની ચેઇન
અમદાવાદમાં ફુલસ્કેપના ચોપડા બનાવતા મેન્યુફેક્ચરર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે અમદાવાદમાં ચોપડાનું રોમટીરિયલ રૂ. 60 અને 80 પ્રતિ- કિલોગ્રામના ભાવે આવે છે. 120થી 180 પેજનો એક ચોપડો 16 જેટલા રૂપિયા સુધીમાં તૈયાર થાય છે, જેને 20 રૂપિયા જેટલા ભાવે દુકાનદારને વેચવામાં આવે છે. વેપારી સ્કૂલને પોતાના થોડા કમિશનનો ઉમેરો કરીને આપે છે. આ જ ચોપડો સ્કૂલ-સંચાલકો બાળકોને MRP 55થી 70 રૂપિયા સુધીમાં વેચે છે, જેમાં 20 ટકા એજન્ટ રાખે, જ્યારે 25 ટકા જેટલું સ્કૂલ કમિશન લે છે. મોટા ભાગના કિસ્સામાં સ્કૂલો સીધું જ કંપની સાથે ડીલ કરે છે, તેથી વચ્ચે એજન્ટ રહેતો નથી, જેથી ચોપડાના ભાવના 45 ટકા સુધીનું મસમોટું કમિશન સ્કૂલને મળી જાય છે. સામાન્ય રીતે એક વિદ્યાર્થી વર્ષ દરમિયાન 10 ફુલસ્કેપ ચોપડા વાપરે છે, એટલે કે રાજ્યના 1 કરોડ વિદ્યાર્થી વાર્ષિક 10 કરોડ ફુલસ્કેપ ચોપડા યુઝ કરે છે, જેમાં ત્રણ કરોડ સમાજ તરફથી અપાતા અને ધાર્મિક સંસ્થા દ્વારા અપાતા ચોપડાની ગણતરી કરીએ તો 7 કરોડ ફુલસ્કેપ ચોપડા ખરીદાય છે, જેમાં 245 કરોડનું કમિશન માત્ર ચોપડામાં કમાઈ લેવામાં આવે છે.

રેફરન્સ બુકની કમિશન ચેઇન
ભાસ્કરે એક જાણીતી સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાત કરીને હકીકત જાણી. પ્રિન્સિપાલના જણાવ્યા પ્રમાણે, સંચાલકો સીધા પબ્લિકેશન પાસેથી રેફરન્સ બુક્સ ખરીદે છે. સ્કૂલને 200 રૂપિયામાં મળતી બુક, જેનો ભાવ 2500 સુધીનો જોવા મળે છે. સ્કૂલો એમઆરપી પ્રમાણે બુક્સ વેચે છે.

જેટલી ઇતર પ્રવૃત્તિ વધારે એટલું વધારે સ્કૂલનું કમિશન
સ્કૂલો ઇતર પ્રવૃત્તિ માટેની વસ્તુ ખરીદવા વાલીને જણાવે છે. માર્કેટમાં જો વાલી અલગ અલગ ખરીદે તો 700થી 1000 રૂપિયામાં તમામ વસ્તુ મળી જાય છે. પરંતુ સ્કૂલે આપેલું પેકેજ રૂ. 3 હજારમાં મેળવે છે. એક વિદ્યાર્થી પાસેથી સ્કૂલને સરેરાશ ~2200 કમિશન મળે છે.

હિસાબો પાસ થતાં એ કાયદેસર

  • સ્કૂલોને મળતું કમિશન રોકડમાં સ્વીકારાતું નથી, પણ ડોનેશન તરીકે લેવાય છે. સ્કૂલ અને સ્ટેશનરી કંપની- વેપારી વચ્ચેનો માણસ વહીવટ કર્તા હોય છે. સ્કૂલ-માલિકો સીધા ડીલમાં ઇન્વોલ્વ થતા નથી, પરંતુ કમિશનની રકમ સંચાલકો નક્કી જ કરે છે.
  • સ્કૂલ-સંચાલકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સ્કૂલો દાન તરીકે જે રકમ સ્વીકારે છે એનો ઓડિટ રિપોર્ટ FRC મારફત સરકારી રેકોર્ડમાં ચડે છે.
અન્ય સમાચારો પણ છે...