તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એસવીપી હોસ્પિટલમાં પીપીઇ કીટ, એન-95 માસ્ક પહેરવા છતાં સાત રેસિડન્ટ ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ડોક્ટરોનો આક્ષેપ છે કે, હલકી ગુણવત્તાની કિટ અને માસ્કને કારણે તેઓ કોરોનાનો શિકાર બન્યા છે. આ ડોક્ટરોએ એટલા માટે હડતાળ પાડી હતી કારણ કે છેલ્લા 4 દિવસમાં જ 7 રેસિડન્ટ ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગતાં તેમને એસવીપી હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા છે.
એન-95 માસ્ક સબસ્ટાન્ડર્ડ હોવા બાબતે હોબાળો થયો
બે દિવસ પહેલાં જ રેસિડન્ટ ડોક્ટરોએ એસવીપીમાં હડતાળ પાડી હતી અને આક્ષેપ કર્યો હતો કે,
કોરોનાના દર્દીની સારવાર કરવાની હોવા છતાં તેમને મળતાં એન-95 માસ્ક હલકી ગુણવત્તાના છે.
આ ડોક્ટરોને સબસ્ટાન્ડર્ડ હોય તેવા એન-95 માસ્ક આપ્યા હોવા બાબતે હોબાળો થયો હતો.જોકે એસવીપી હોસ્પિટલના તંત્રએ એવી સ્પષ્ટતા કરી હતીકે, આવી કોઇ ઘટના બની નથી. તમામ રેસિડન્ટ ડોક્ટરને ગુણવત્તા યુક્ત એન-95 માસ્ક અપાયા છે. કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ પણ પગાર ના મુદ્દે હડતાળ પાડી હોબાળો
મચાવ્યો હતો.
દર્દી બન્યા પછી પૌષ્ટિક ભોજન મળ્યાની ટકોર
એક રેસિડન્ટ ડોક્ટરે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, એસવીપીમાં અમે લાંબા સમયથી બહારથી આવતાં ટિફિન પર જ ચલાવીએ છીએ. ઓનલાઇન ભોજન લઇ આવતી એજન્સીઓ બંધ હોવાથી નિશ્ચિત લોકો દ્વારા પૂરા પાડવામાં આવતાં ટિફિનથી કામ ચલાવવાનું હોય છે. જો કે બીમાર પડ્યા બાદ અમને હવે દર્દી તરીકે પૌષ્ટિક ભોજન મળી રહ્યું છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.