ઉત્તરાયણ:જમાલપુર અને રાયપુરમાં પતંગ-દોરીના ભાવમાં 20-25%નો ફરક જોવા મળ્યો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિલ્હી દરવાજા - Divya Bhaskar
દિલ્હી દરવાજા
  • જમાલપુરમાં ભીડ ઓછી એટલે ભાવ વધુ, રાયપુર અને દિલ્હી ચકલામાં ભીડ વધુ

કોરોનાની ચિંતા કર્યા વિના ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ દરવર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ રાયપુર દરવાજા, દિલ્હી ચકલા, જમાલપુરમાં ખરીદી કરતા જોવા મળ્યા. છેલ્લીઘડીએ ખરીદી માટે જાણીતા અમદાવાદીઓ ભાવ કરાવતા પણ જોવા મળ્યા. જમાલપુરમાં ભીડ ઓછી હોવાના કારણે પંતગ અને દોરીના ભાવમાં વધારો નોંધાયો હતો જ્યારે દિલ્હી ચકલા અને રાયપુરમાં પતંગ અને દોરીના ભાવમાં 10થી 12 ટકા સુધીનો ફરક જોવા મળ્યો હતો.

કોડી પતંગનો ભાવ જે સવારે 125થી 150 રૂપિયા હતો તે સાંજે 90માં વેચાયા હતા
જમાલપુરમાં ભીડ ઓછી હતી એટલે ભાવ વધુ હતા ત્યાં કોડીનો ભાવ 100-120 ત્યારબાદ દિલ્હી ચકલામાં 100-110 અને સૌથી ઓછા રાયપુરમાં 90 રૂપિયા કોડી પતંગ વેચાઇ હતી.

1000 વારની તૈયાર ફિરકી જે 300 રૂપિયામાં વેચાતી હતી જે છેલ્લા ગણતરીના કલાકોમાં 230 સુધી વેચાઇ
​​​​​​​માત્ર પતંગ જ નહીં ફિરકીમાં પણ ત્રણેય માર્કેટમાં 1000 વાર ફિરકીના ભાવ અલગ-અલગ હતા. જમાલપુરમાં એક હજાર વારની ફિરકી 300 રૂપિયામાં જ્યારે દિલ્હી ચકલામાં 250માં અને રાયપુરમાં 220-230 રૂપિયામાં વેચાઇ હતી.

30-35 રૂપિયામાં વેચાતા પીપુડા અને પટ્ટી લાસ્ટમાં 15-18 રૂપિયામાં વેચાયા હતા.
પીપુડા અને પટ્ટીમાં 50-100 રૂપિયા બચાવવા માટે લોકો રાયપુર પહોંચ્યા કારણ કે જમાલપુર અને દિલ્હી ચકલા કરતા પીપુડા અને પટ્ટી 50 ટકા ઓછા ભાવે રાયપુરમાં વેચાયા હતા.

ઊંઘિયું 400 અને કચોરી 585 રૂપિયા કિલો વેચાયા
​​​​​​​શાકભાજી મોંધા થતા ઊંધિયાના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે. આ વર્ષે સાદું ઊંધિયું 400 રૂપિયા કિલો અને માટલા ઊંધિયું 520 રૂપિયા કિલોના ભાવે વેચાયું હતું. લીલવાની કચોરી 585 અને ચોખ્ખા ઘીની જલેબી 480 રૂપિયા કિલોના ભાવે વેચાઇ હતી. > કમલેશ પ્રજાપત , વિધિ કેટરર્સ

​​​​​​​ઘાબા પર જતા 30 મિનિટ અગાઉ સનસ્ક્રીન લગાવો
​​​​​​​ધાબા પર જતા પહેલા 30 મિનિટ અગાઉ સનસ્ક્રીન લગાવો અને સાંજે ધાબા પરથી આવ્યા બાદ ફેસને સાદા પાણીથી ધોઇને ફેસ અને ડોક પર કાકડીનો રસ લગાવો અને તેને 20 મિનિટ લગાડ્યા બાદ ગરમ પાણીથી વૉશ કરો. > માનસી ઠક્કર, મેકઅપ એન્ડ સ્ટાઇલિશ આર્ટિસ્ટ

અન્ય સમાચારો પણ છે...