• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Jamalpur, A Young Man Recovered From A Corona Committed Suicide By Choking Himself, 2 Women And 3 Young Men Committed Suicide In 24 Hours In The City.

આપઘાત:જમાલપુરમાં કોરોનાથી સાજા થયેલા યુવકનો ગળે ફાંસો ખાઈ આપઘાત, શહેરમાં 24 કલાકમાં 2 મહિલા અને 3 યુવકે આત્મહત્યા કરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હોમ ક્વોરન્ટાઈન કરાયો હોવાથી યુવક પરિવારથી અલગ રહેતો હતો

શહેરમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં 2 મહિલા અને 3 યુવાનોએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ તમામ ઘટનાઓમાં ચોકકસ કારણો બહાર આવ્યા હોવા છતાં પોલીસ સાચા કારણ બહાર લાવવામાં પાછી પાની કરી રહી છે.

જમાલપુર કંગાળપુરી અલીફ રેસીડેન્સીમાં રહેતા ફૈઝાન આરીફભાઇ પાલીવાલા(24)એ મોડી રાતે પોતાના ઘરમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ફૈઝાનને અગાઉ કોરોના થયો હતો ત્યારબાદ તેને હોમ કોરોન્ટાઈન કરાયો હતો. જોકે આટલા સમયથી તે પરિવારથી જુદો રહેતો હોવાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.

બાપુનગર ભીડભંજન હનુમાન મંદિર પાસેના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા સીતાબહેન રાકેશભાઇ પટણીએ પોતાના ઘરમાં એસિડ પી લીધું હતું, જેથી તબિયત બગડતા તેમને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સીતાબહેનનું મૃત્યુ થયુ હતુ. આ અંગે બાપુનગર પોલીસે આત્મહત્યા અંગે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આ ઉપરાંત મોટેરામાં એક મહિલા,  નવા વાડજમાં યુવક જ્યારે  અને સેટેલાઈટમાં પણ 34 વર્ષના એક યુવકે આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...