તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:જમાલપુરમાં ઠપકો આપતા પિતા-પુત્ર પર ચાર યુવાનોએ હુમલો કર્યો

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોડી રાતે ઘર આગળ ઠઠ્ઠા મશ્કરી કરતા હતા

શહેરમાં નાઈટ કર્ફ્યૂ હોવા છતાં જમાલપુરમાં એક ઘરની આગળ અડધી રાતે બેસી ઠઠ્ઠા મશ્કરી કરતા 4 યુવાનોને વૃદ્ધે ઠપકો આપતા યુવાનોએ વૃદ્ધ અને તેમના 2 દીકરાઓ ઉપર હુમલો કર્યો હતો. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

જમાલપુર બાંધણીવાળા ખાંચામાં રહેતા નસીરુદ્દીન જમાલભાઈ ખેડાવાલા(ઉં.69)નું મકાન રોડ ઉપર આવેલું હોવાથી ત્યાં મોહંમદ કાબલી, ફૈઝાન કાબલી(બંને રહે. આસ્ટોડિયા, પૂરબિયા વાસ), આમીન છીપા અને ઈમરાન માધુપુરાવાલા(બંને રહે.જમાલપુર) રોજ રાતે ઘર આગળ બેસીને ઠઠ્ઠા મશ્કરી કરતા હોવાથી શનિવારે રાતે 3 વાગ્યે નસીરુદ્દીન અને તેમના દીકરા શોએબ અને ઝુબેર તેમને ઠપકો આપતા ચારેય જણાંએ ઝધડો કરી ગાળો બોલી મારામારી કરી હતી. જ્યારે એક આરોપીએ લાકડાના દંડા વડે ત્રણે ઉપર હુમલો કર્યો હતો. જોકે લોકો ભેગા થતા ચારેય ધમકી આપી ભાગ્યા હતા. નસીરુદ્દીને ચારેય સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો