હુમલો:જમાલપુરમાં ઉછીના પૈસા બાબતે પિતા-પુત્રએ ઘરમાં ઘૂસી યુવકને છરી મારી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વેપારી પાસેથી ઉછીના લીધેલા પૈસા પાછા આપવા બાબતે ઠપકો આપતા પિતા-પુત્ર યુવકના ઘરમાં ઘૂસી છરીથી હુમલો કર્યો હતો. જમાલપુરની આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જમાલપુર લુહારની ખડકી તાડની શેરીમાં રહેતો ઉજેફા મુસ્તાક પ્લાસ્ટિકવાલા(22) સરખેજ આઈટીઆઈમાં મિકેનિકલનો કોર્સ કરે છે. જમાલપુર પાંચપીપળી સામે કંગાલપુરીમાં રહેતા આદિલ મુનાફભાઈ માધુપુરાવાલાએ ઉજેફાના પિતા મુસ્તાકભાઈના નામે એક વેપારી પાસેથી ઉછીના લીધેલા પૈસા વેપારીને પાછા આપતા નહોતા.

મુસ્તાકભાઇએ વેપારીને પૈસા પાછા આપવા આદિલને જણાવ્યું. જેથી આદિલ અને તેના પિતા મુનાફભાઈએ 19 સપ્ટેમ્બરે ઉજેફાના ઘરે આવી મુસ્તાકભાઈ સાથે ઝગડો-ગાળાગાળી કરી મારામારી કરી હતી. આ દરમિયાન ઉજેફા વચ્ચે પડતા આદિલે તેને બોચીના ભાગે છરી મારી દીધી હતી.આ સાથે બંનેએ મુસ્તાકભાઈને ધમકી આપી હતી કે, જો પૈસા બાબતે હવે વાત કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...