અમદાવાદી યુવકોની દાદાગીરી:ઈસનપુરમાં માસ્કના દંડ બાબતે 2 યુવકે હોમગાર્ડની વરદી ફાડી, ધમકી આપતા કહ્યું - ‘તમારા બધાની વરદી ઉતરાવી કાઢીશ‘

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બંનેએ માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસે તેમને રોકી દંડ માગ્યો હતો
  • દંડ ન ભરવાનું કહી પોલીસને વરદી ઉતારવાની ધમકી આપી

કોરોનાની બીજી લહેર બાદ જનજીવન સામાન્ય બનવા તરફ આગળ ધપી રહ્યુ છે. પોલીસ માસ્કના દંડની કાર્યવાહી કડક રીતે કરી રહી છે. જેમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે. ઈસનપુરમાં માસ્કનો દંડ ભરવા અંગે 2 વ્યક્તિએ પોલીસ સાથે જીભાજોડી કરીને હોમગાર્ડની વરદી ફાડી નાંખી હતી. પોલીસે 2 વ્યક્તિઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મદદનીશ સબ ઈન્સ્પેક્ટર અમરતભાઈ સ્ટાફ સાથે રાત્રીના સમયે ઈસનપુર ચાર રસ્તા પાસે માસ્ક નહીં પહેરનાર સામે દંડની કામગીરી કરી રહ્યા હતા. એક્ટિવા પર બેસી બે પુરુષો ત્યાં આવ્યા હતા, જેમણે માસ્ક પહેર્યા ન હોવાથી પોલીસે તેમને પકડીને માસ્ક ન પહેર્યો હોવાથી રૂ. 1 હજારનો દંડ માંગ્યો હતો. બંને ઉશ્કેરાઈને પોલીસ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. બે પૈકી એકે પોલીસને ગાળો બોલી ઝપાઝપી કરી હતી.

બંનેને પોલીસ વાહનમાં બેસાડતા પોલીસને ધમકી આપી હતી કે, ‘તમારા બધાની વરદી ઊતારી નાખીશ’ કહીને હોમગાર્ડ જવાનની વરદી પકડીને ફાડી નાખી હતી. અંતે પોલીસે બંનેને પકડી પોલીસ સ્ટેશન લાવી હતી. બંનેએ પોતાનું નામ મોહિત જયસ્વાલ અને રાહુલ શર્મા જણાવ્યું હતું. ઈસનપુર પોલીસે બંનેના વિરુદ્ધમાં મારામારી તેમજ પોલીસની કામગીરીમાં દખલગીરી કરવા સહિતનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...