તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુ એકવાર ભાવવધારો:HSRPમાં રૂ. 20થી 60નો વધારો, ટુવ્હીલરના રૂ.160, કારમાં એચએસઆરપી લગાવવાના રૂ.460 થયા

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • અત્યાર સુધીમાં 2 વાર ભાવવધારો કરાયો

સરકારે જૂના-નવા વાહનોની હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી)માં રૂ. 20થી 60 સુધીનો ભાવ વધારો કર્યો છે. નવેમ્બર 2012થી HSRPનો અમલ થયો છે. અત્યાર સુધીમાં બે વાર ભાવવધારો કરાયો છે. વધારેલા ભાવનો અમલ પહેલી એપ્રિલથી થયો છે. એચએસઆરપી ફિટ કરાવનાર વાહનોની નંબર પ્લેટમાંથી બ્લેક ફિલ્મ દૂર થઈ જવાની વારંવાર ફરિયાદો ઊઠી છે. આમ છતાં હજી સુધી ક્વોલિટીમાં સુધારો કરાયો નથી. તૂટી ગયેલી એચએસઆરપી બદલવા માટે ટુ વ્હીલરના રૂ.70, રિક્ષાના રૂ.80, કારના રૂ. 220 અને હેવી વાહનોના રૂ. 230 ભાવ ઉપરાંત ટેક્સ સહિતના ચાર્જ ચૂકવવાના રહેશે. હાલ વાહન ડીલર્સ દ્વારા ટુ વ્હીલર અને થ્રી વ્હીલરમાં 89, કાર 150 તેમજ હેવી મોટરમાં રૂપિયા 150 સર્વિસ ચાર્જ વસૂલાય છે

જૂના-નવા ભાવ

વાહનજૂનો ભાવનવો ભાવ
ટુ વ્હીલર140160
થ્રી વ્હીલર180200
કાર400460
હેવી વ્હીકલ420480
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો