તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોક્ટરોની ચેતવણી:કોરોનાની તપાસ માટે કરાતા HRCTમાં દર્દીની છાતી પર 1 હજાર એકસ-રે જેટલુું રેડિએશન પડે છે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

હાઇરિઝોલ્યુશન કમ્પ્યૂટર ટોમોગ્રાફી (HRCT) ને કોરોનાનો ટેસ્ટ માનતા લોકોએ ચેતવાની જરૂર છે. સિવિલના રેડિયોલોજી વિભાગના ડો. પંકજ અમીન જણાવે છે કે, એચઆરસીટીમાં વ્યક્તિની છાતીએ 1 હજાર એક્સ-રે જેટલું રેડિએશન ઝીલવું પડે છે માટે ડોક્ટરની સલાહ વગર આ ટેસ્ટ કરાવવો જોઈએ નહીં.

કોરોના પ્રારંભિક તબક્કામાં હોય તો HRCTમાં પકડાતો નથી

 • એચઆરસીટી સ્કેન વાસ્તવમાં કોરોનાનો ટેસ્ટ નથી. રેડિયો ડાયગ્નોસીસમાં એચઆરસીટીનો ઉપયોગ વાઈરસની અસર જોવા કરાય છે.
 • આ ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ તે માટેના પણ તબક્કા હોય છે. કોરોનાના શરૂઆતના તબક્કામાં આ ટેસ્ટ કરાવવો સલાહભર્યો નથી.

HRCT ટેસ્ટ આ રીતે સમજો

 • આ ટેસ્ટ 10-15 સેકન્ડમાં રિપોર્ટ આપે છે.
 • કોરોના પ્રારંભિક તબક્કામાં હોય તો આ ટેસ્ટથી ડિટેક્ટ થતો નથી. જેથી 5-7 દિવસ પછી ફરી ટેસ્ટ કરવો પડે છે.
 • કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે અને શરૂઆતના તબક્કે એચઆરસીટી કરવામાં આવે તો પણ રિપોર્ટ સામાન્ય આવવાની શક્યતા પ્રબળ રહેલી છે માટે પ્રાથમિક તબક્કે આ ટેસ્ટ સલાહભર્યો નથી.

સીએસ સ્કોર આ રીતે સમજો

 • કોરોના વાઈરસથી ફેફસાંનો કેટલો ભાગ સંક્રમિત છે અને કેટલું નુકસાન થયું છે તે HRCT કોરેડ સ્કોરથી જાણી શકાય છે.
 • ફેફસાંના કયા ભાગમાં વાઈરસની કેટલી અસર છે તેને આધારે 25 કે 40માંથી સ્કોર અપાય છે. જો 25ના સ્કોરનો સરવાળો 8થી નીચે હોય તો હળવી, 8થી 15 વચ્ચે મધ્યમ અને 15થી વધુ હોય તો ગંભીર અસર બતાવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો