ઈન હાઉસ પાર્ટી:ન્યૂયરમાં ઈન હાઉસ સેલિબ્રેશન અને પ્રી પાર્ટીનું આયોજન, ભાગલા પાડો એન્જોય કરો, 25થી 31 ડિસેમ્બરની વચ્ચે ઉજવણીનો કિમીયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

31મી ડિસેમ્બરે વિશ્વભરમાં લોકો ન્યૂયર સેલિબ્રેટ કરે છે. ત્યારે અમદાવાદમાં પણ ન્યૂયર પાર્ટીની તૈયારી એક મહિના અગાઉથી થઈ જાય છે. કોરોનાના કારણે 45 ટકા શહેરીજનો આ વખતે ઈન હાઉસ પાર્ટી કરવા જઈ રહ્યા છે ત્યારે 30 ટકા લોકોનો ફાર્મ હાઉસ અને વિલામાં પાર્ટી કરવાનો પ્લાન છે જેથી ફેમિલી અને ફ્રેન્ડસ આવી શકે છે. બાકીનાં 25 ટકા લોકો ગુજરાત બહાર જવાનું પ્લાનિંગ કર્યું છે જેથી ત્યાં ડીજે અને લાઈવ મ્યુઝિક સાથે એન્જોય કરી શકાય.

ફાર્મહાઉસમાં મિત્રો સાથે સેલિબ્રેશન
દરવર્ષે ભવ્ય પાર્ટીનું આયોજન કરીએ છીએ પરંતુ કોરોનાના કારણે ફાર્મહાઉસ પર આયોજન કરીશું જેમાં ફ્રેન્ડ્સ અને ફેમિલી બધા આવશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા પ્રી-સેલિબ્રેશનની મજા માણીશું. - અત્રિષ ત્રિવેદી, ઈવેન્ટ કોર્ડિનેટર

ઘરના ગાર્ડનમાં પાર્ટીનું આયોજન
કોરોનાના કારણે આ વખતે અમે ઘરના ગાર્ડનમાં જ ક્રિસમસ અને ન્યૂયર ડેકોરેશન કરીને પાર્ટીનું આયોજન કરીશું. જેથી નવવર્ષને ધામધૂમથી સેલિબ્રેટ કરી શકાય. પ્રોજેક્ટર પર મૂવીની સાથે ડાન્સ પાર્ટીની મજા પણ માણીશું.
- બેલા શાહ, ડિઝાઈનર

ઈનડોર પાર્ટીનો ટ્રેન્ડ વધ્યો છે
હજી ડેકોરેશનમાં જોઈએ એટલી ઈન્કવાયરી નથી આવી પણ લોકો ગ્લિટર અને લાઈટ્સનું ડેકોરેશન પ્રિફર કરે છે. ટેરેસ કરતા ઈનડોર પાર્ટી લોકો વધુ પ્રિફર કરી રહ્યા છે. સિમ્પલ ડેકોરેશન વધુ થશે જેથી બેસ્ટ પાર્ટી ફોટો મળી શકે. - ધ્વનિ માંગલ, રેન ડેકોર

સીટ-ડાઉન થીમ વધુ ટ્રેન્ડિંગ
કોરોનાના કારણે ફાર્મ હાઉસ કે વિલાના ગાર્ડનમાં વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવશે. જેમાં અત્યારે સીટ ડાઉન ડિનર થીમ વધુ ટ્રેન્ડમાં છે. જેમાં લાઈટ્સ સાથે કેન્ડલ અને ફ્લોરલ ડેકોરેશન કરવામાં આવે છે. - સંજના શાહ, ઈવેન્ટ ડેકોરેશન

વર્ચ્યુઅલ સેલિબ્રેશન કરીશું
આ વખતે લોકો ગોવા, આબુ અને રાજસ્થાનમાં ફાર્મ હાઉસ અને વિલા ભાડે લઈને ત્યાં ડીજે પાર્ટીનું આયોજન કરી રહ્યા છે. અમે શહેરમાં પ્રી-પાર્ટી સેલિબ્રેશન રાખ્યું છે જેમાં લોકો વર્ચ્યુઅલી અમારી લિંક પરથી ક્નેક્ટ થઈ ઝૂમી શકશે. - ડીજે યશ

સેલિબ્રેશન ભાગ પડશે
કોરોનાને કારણે હવે શહેરીજનોએ ક્રિસ્મસ ઈવથી ન્યૂયરમાં ગ્રૂપમાં ગેધરિંગમાં ભાગલા પાડ્યા છે. જેથી ગ્રૂપનાં વિવિધ મેમ્બર્સનાં ત્યાં ગેધરિંગનું આયોજન કર્યું છે. આ આયોજનમાં સોશિયલ ડિસ્ટસિંગ સાથે સેનેટાઈઝેશન અને ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર માપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...