વિદ્યાર્થીઓ ધ્યાન આપો:ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાકાળમાં ખોરવાયેલી પરીક્ષા અને પરિણામની પ્રક્રિયા હવે નિયમિત થશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

2020ના માર્ચ મહિનામાં ગુજરાતમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે શિક્ષણ પર માઠી અસર પડી હતી. લગભગ અઢી વર્ષ જેટલો સમય ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ, પરીક્ષા અને પરિણામની પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી. જે હવે કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં ફરિવાર નિયમિત રૂપે શરૂ થઈ ગઈ છે.

સ્કૂલ કોલેજમાં શિક્ષણને લગતી પ્રક્રિયા ખોરવાઈ હતી
કોરોનાકાળમાં ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સ્કૂલ કોલેજમાં શિક્ષણને લગતી પ્રક્રિયા ખોરવાઈ હતી. બાદમાં ઓનલાઈનનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં માર્ચ 2020થી પરીક્ષા યોજાવાની હતી તે કોરોના સંક્રમણને કારણે 2020ની દિવાળી સુધી ચાલી હતી. 6 મહિના સુધી પરીક્ષા, પરિણામ અને પ્રવેશ પર કોરોનાની અસર પડી હતી.

પરીક્ષા અને પરિણામ પણ હવે નિયમિત આવશે
વર્ષ 2021-22માં પણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા 6 મહિના મોડી પુરી થઈ હતી. જેના કારણે પરીક્ષા પણ 3-4મહિના મોડા શરૂ થઈ હતી અને પરિણામ પણ મોડું આવ્યું હતું.આમ 2021-22માં પણ પ્રક્રિયા મોડા શરૂ થઈ હતી.હવે કેસ ઘટી જતાં પરિસ્થિતિ સામાન્ય થઈ છે. જેથી અગાઉની જેમ વર્ષ 2022-23ના વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ થઈ છે.પરીક્ષા અને પરિણામ પણ હવે નિયમિત આવશે.

અન્ય સમાચારો પણ છે...