એક બાજુ કેન્દ્ર સહિત રાજ્ય સરકાર આત્મનિર્ભરતા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા વિવિધ પ્રોત્સાહનો આપી રહી છે. જ્યારે બીજી બાજુ જૂના ભારણરૂપ નિયમો આજે પણ ઉદ્યોગ સાહસિકો માટે અવરોધરૂપ છે. આઝાદી મેળવ્યાના 75 વર્ષ બાદ પણ જુના વેપાર કાયદાઓના પાલનમાં જરાક ચૂક થાય તો ઉદ્યોગ સાહસિક સીધો જેલ ભેગો થાય છે.
ગુજરાતમાં લાગૂ બિઝનેસ લો (વેપાર કાયદા)માં 1000થી વધુ એવી કલમો છે કે, જેનો ભંગ કરવા બદલ કારાવાસની જોગવાઈ છે. જેમાંથી ઘણી બાબતો એવી છે કે, જેનુ પાલન આકરૂ અથવા તો અજાણતા ભંગ થવાની શક્યતા વધુ છે. દેશના કંપની એક્ટ (1956) હેઠળ બિઝનેસ લોમાં કુલ 69233 કલમો છે. જેમાંથી 26134 કલમોમાં જેલની સજાની જોગવાઈ છે. ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ સહિત પાંચ રાજ્યોમાં 1469થી વધુ કેદની કલમો છે. ગુજરાત ઈલેક્ટ્રિસિટી ઈન્ડસ્ટ્રી એક્ટ, 2003ના ભંગ હેઠળ 211 કલમોમાં જેલની સજા થાય છે. જે મુજબ દર પાંચમાંથી બે કલમો હેઠળ આંત્રપ્રિન્યોરને જેલ થઈ શકે છે.
સરકારે ઉદ્યોગ શરૂ કરવા માટેની પ્રક્રિયા તો સરળ કરી દીધી છે. પરંતુ જેને ટકાવી રાખવા માટે આકરા વેપાર કાયદાઓનું પાલન કરવુ ફરિજ્યાત છે. અને પાલન ન કરનાર ઉદ્યોગ સાહસિક કા તો જેલ ભેગો થાય છે કા તો વેપાર-ધંધાને તાળા માારે છે. દેશમાં રજિસ્ટર્ડ અંદાજિત કુલ 7 કરોડ એમએસએમઈમાંથી 40 ટકા એમએસએમઈ બંધ છે.
કુલ રજિસ્ટર્ડ 33 લાખથી વધુ MSME, કાર્યરત માંડ 15 લાખ
કંપની બાબતોના મંત્રાલય મુજબ, ગુજરાતમાં 33 લાખથી વધુ રજિસ્ટર્ડ એમએસએમઈ છે. પરંતુ આકરા નિયમો, વેપારની કલમોના બોજા હેઠળ 35 ટકા એમએસએમઈને તાળા વાગે છે. હાલ અંદાજિત 15 લાખ એમએસએમઈ કાર્યરત છે. 150થી વધુ કર્મચારીઓ ધરાવતા એમએસએમઈ દરવર્ષે રૂ. 12થી 18 લાખની 500-900 કલમોનો સામનો કરે છે.
બિઝનેસ કાયદાઓને તર્કસંગત બનાવવા ભલામણો
વિવિધ સરળ-નાના કાયદાના ભંગ બદલ પણ જેલ
લેબર લોમાં સૌથી વધુ જેલની જોગવાઈઓ છે. દેશમાં બિઝનેસ કરવા માટે કુલ 1536 કાયદાઓ છે. જેમાંથી 26 હજારથી વધુ કલમો જેલની સજા હેઠળ છે. લિગલ મેટ્રોલિજી એક્ટ, 2009ના 29 નિયમોમાં 391, ઈલેક્ટ્રિસિટી એક્ટ, 2003માં 558, મનોટર વ્હિકલ્સ એક્ટ,1988માં 134 કારાવાસની કલમો છે.
આંત્રપ્રિન્યોર્સને વેગ આપવા માટે પાયાથી સુધારાની જરૂર
બિઝનેસ રેગ્યુલેટરીની ઓવરરીચ નફો કરતી નહીં પરંતુ નોન-પ્રોફિટ સંસ્થાઓ પર પણ અસર કરે છે. ગુડ્સ એન્ડ સર્વિસિઝ વચ્ચેનો તફાવત વધી રહ્યો છે. રાજ્યોએ આંત્રપ્રિન્યોર્સને વેગ આપવા માટે પાયાથી સુધારાની જરૂર છે. - એમએસએમઈ ઉદ્યોગ નિષ્ણાત
ભ્રષ્ટાચારને વેગ, ઔપચારિક રોજગારીમાં ઘટાડો થાય છે
ભારતની એમ્પ્લોયર માટેના નીતિ-નિયમો ભ્રષ્ટાચારને ઉત્તેજન આપે છે. સરકાર ઉદ્યોગ સાહસિકોને વેગ આપવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. પરંતુ વાસ્તવમાં જૂના રેગ્યુલેટરી ભારણોને દૂર કરવાની જરૂર છે. રાજ્ય અને કેન્દ્રના ઉદ્યોગ સાહસિકો માટેની 26134 જેલ જોગવાઈઓમાં સુધારા કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. - મનીષ સભરવાલ, વાઈસ ચેરમેન, ટીમલીઝ
રાજ્યોમાં લેબર કાયદામાં સૌથી વધુ જેલની કલમો
કાયદો | કલમો |
કોમર્શિયલ | 817 |
પર્યાવરણ,હેલ્થ-સેફ્ટી | 345 |
ફાઈ.-ટેક્સેશન | 88 |
જનરલ | 360 |
ઈન્ડસ્ટ્રી સ્પેસિફિક | 1200 |
લેબર | 17285 |
સેક્રેટેરિયલ | 0 |
(સ્રોત: ટીમલીઝ રેગટેક્) |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.