તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનોમાં ‘જીવનવીમા’નો ક્રેઝ:ગુજરાતમાં બીજી લહેરમાં વીમો લેનારા 25-35 વર્ષના યુવાઓની સંખ્યા 40% વધી, દરરોજની 5થી 10 ઇન્કવાયરી આવે છે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ગૌરવ તિવારી
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજ્યમાં રિટાયરમેન્ટ પ્લાનની માગ 14%, ગેરંટી સ્કીમમાં રોકાણ 18% વધ્યું

રાજ્યમાં કોરોનાની લહેરથી લોકોને સુરક્ષા અને ભવિષ્યની ચિંતા થવા લાગી છે. જેના કારણે લોકો ઝડપથી જીવન વીમો ઉતરાવવા લાગ્યા છે. રાજ્યમાં વીમા એગ્રીગેટરોથી મળેલી માહિતી અનુસાર બીજી લહેર બાદ જીવન વીમા અરજદારોમાં મોટું પરિવર્તન આવ્યું છે. ટર્મ ઈન્શ્યોરન્સ લેનારા અરજદારોમાં પણ વધારો નોંધાયો છે. તેમાં એક મોટું વર્ગ યુવાઓનું છે. 25થી 35 વર્ષના અરજદારોમાં બીજી લહેર પછી 40%નો વધારો નોંધાયો છે. નિષ્ણાતો કહે છે કે ગત બે વર્ષોમાં યુવાઓનું ધ્યાન ઈન્શ્યોરન્સ તરફ ઝડપથી વધ્યું છે. તેનું એક કારણ સિક્યોરિટી છે. ઉપરાંત 25 વર્ષથી ઓછી વયના લોકોએ પણ હવે ઈન્શ્યોરન્સ વિશે જાણવામાં રસ દાખવ્યો છે. ગત 10 વર્ષથી ઈન્શ્યોરન્સ સેક્ટરમાં કામ કરનારા શ્રીકૃષ્ણ મહંત(ફ્રી લાઈફ સર્વિસિઝ)એ જણાવ્યું કે હવે વધુમાં વધુ લોકો ઈન્શ્યોરન્સ પ્રત્યે જાગૃત થઇ રહ્યા છે. તેનું એક કારણ ડર અને ભવિષ્યની સુરક્ષા છે. હવે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ગુજરી ગયા બાદ તેના પરિવારને આર્થિક મદદ મળી રહે.

રિટાયરમેન્ટ પ્લાનની માગ 14% વધી
મહંતે કહ્યું કે રિટાયરમેન્ટ પોલિસીની માગ ઝડપથી વધી છે. તે ગત 3 મહિનામાં 14% સુધી વધી છે. પહેલા રિટાયરમેન્ટ પ્લાનની માગ નહોતી. લોકો તેના મહત્ત્વથી વાકેફ નહોતા. પણ આ મહામારીમાં સેંકડો વૃદ્ધો એકલાં પડી ગયા, અમુક એવા કેસ પણ સામે આવ્યા જેમાં વૃદ્ધો પાસે પૈસા નહોતા, જેનાથી તેમની સારવાર થઇ શકે. તેને ધ્યાનમાં રાખી લોકોએ તેમની વૃદ્ધાવસ્થામાં આવક માટે રિટાયરમેન્ટ પ્લાનની તરફ ધ્યાન આપ્યું છે જેનાથી તેમને રિટાયરમેન્ટ બાદ પણ આર્થિક સહાયતા મળી શકે જે આપત્તિ કે જરૂરિયાતના સમયે કામ લાગી શકે.

ગેરેન્ટી સ્કીમમાં રોકાણની માગ 18% વધી
ગત એક વર્ષોમાં લોકોનું આકર્ષણ રોકાણ પણ વધ્યું છે. જો રોકાણની સાથે ઈન્શ્યોરન્સ પણ મળે એવા પ્લાનમાં લોકો વધુ રસ દાખવી રહ્યાં છે. ગત દિવસોની તુલનાએ આ ક્વાટરમાં 18% વધુ લોકોએ ગેરેન્ટેડ મની બેક સ્કીમ તરફ વધુ ધ્યાન આપ્યું છે. સામાન્ય રીતે લોકો જાતે પૂછપરછ નથી કરતા પણ ગત દિવસોમાં દરરોજ આશરે 5-10 લોકો ઈન્ક્વાયરી કરે છે. જેનાથી એ તો સાબિત થયું કે લોકોમાં જાણવાની ઈચ્છા
વધી છે.

લાઈફ ઇન્શ્યોરન્સની માગ 40% વધી
ગત છ મહિનામાં લાઈફ ઈન્શ્યોરન્સની માગ વધી છે. ઈન્શ્યોરન્સ કંપનીઓએ પણ લોકોને પ્લાન બતાવવા માટે ઘરે કે ઓનલાઈન સુવિધાઓ શરૂ કરી છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે માત્ર લાઈફ ઈન્શ્યોરન્સ લેનારા લોકોમાં આશરે 40% અરજદારોની સંખ્યા વધી છે.

અન્ય સમાચારો પણ છે...