• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Gujarat, Students Are Getting Infected Fast, In The Last 10 Days, 15 Children Have Been Infected In Surat, 4 In Rajkot And 4 In Ahmedabad

ગુજરાતમાં 33 વિદ્યાર્થીને કોરોના:ગુજરાતમાં વિદ્યાર્થીઓ ઝડપથી સંક્રમિત થઇ રહ્યા છે, છેલ્લા 10 દિવસમાં સુરત 15, રાજકોટ 4 અને અમદાવાદમાં 4 બાળકો સંક્રમિત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કર સવાલ : સરકાર કઇ આફતની રાહ જોઈ રહી છે? શાળાઓ થોડા દિવસો બંધ કરવી જોઇએ
  • મુંબઈમાં એક જ સ્કૂલનાં 16 બાળકો કોરોના પોઝિટિવ, કોરોનાના કારણે ચંડીગઢમાં સ્કૂલો 7 જાન્યુ. સુધી બંધ

રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના નવા 622 કેસ આવ્યા છે. સાથે, ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાની ઝપેટમાં છેલ્લા 10 દિવસમાં 33 વિદ્યાર્થીઓ પણ આવી ગયા છે. કેટલીક શાળાઓમાં શિક્ષકો પણ સંક્રમિત થયા છે. કેટલીક શાળાઓમાં માસ ટેસ્ટિંગ દરમિયાન કેસો આવવાના કારણે શાળા સંચાલકો, વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે.

સુરત શહેરમાં 15 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અમદાવાદમાં નિરમા વિધા વિહાર અને ઉદગમ સ્કૂલમાં કોરોનાના કેસ આવવાના કારણે કેટલાક દિવસો માટે ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. જે શાળાઓમાં કેસ આવ્યા છે ત્યાં બધા વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવા પણ સૂચના આપવમાં આવી છે. વડોદરામાં પણ બે વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે.

રાજકોટમાં પણ 4 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. જામનગરની એક શાળામાં પોઝિટિવ કેસ આવતાં શાળાને 10 દિવસ માટે સીલ કરી દેવામાં આવી છે. દેવભૂમિ દ્રારકાના ખંભાળિયામાં પણ શાળાને બંધ કરી વધારે ટેસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટમાં એક વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ, ઓનલાઇન ભણતા વિદ્યાર્થીઓને પણ કોરોના
રાજકોટમાં 10 દિવસમાં 4 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે, જેમાં એક ઓમિક્રોન પોઝિટિવ છે. ગત 13મીએ 9 વર્ષ, 15મીએ 11 વર્ષ જ્યારે 16મીએ 15 વર્ષની બે વિદ્યાર્થિની પોઝિટિવ આવી હતી. 16મીએ પોઝિટિવ આવેલા ટ્વિન્સ છે, જે બધા જ બાળકો ઓનલાઈન અભ્યાસ કરતા હતા.

પોઝિટિવ આવેલા ટ્વિન્સ 15મીએ પરીક્ષા આપવા માટે સ્કૂલે ગયા હતા. સ્કૂલેથી પરત આવ્યા બાદ તેમના પરિવારના સેમ્પલ લેવાયા હતા જેમાં ઘરના 5 સભ્યો પોઝિટિવ આવ્યા હતા. બીજો દિવસે વધુ 2 પોઝિટિવ આવ્યા હતા. તેમના ઘરના 8 સભ્યોમાંથી 6 હાલ પોઝિટિવ છે જ્યારે એક સભ્ય થોડા સમય અગાઉ પોઝિટિવ હતા જે હવે ડિસ્ચાર્જ થયા છે.

સુરતમાં વિદ્યાર્થીઓને સૌથી વધારે કોરોનાના કેસ

શહેર-જિલ્લો

વિદ્યાર્થીને કોરોના

અમદાવાદ શહેર4
સુરત શહેર15
રાજકોટ શહેર4
વડોદરા2
વલસાડ2

શહેર-જિલ્લોવિદ્યાર્થીને

વિદ્યાર્થીને કોરોના
બનાસકાંઠા2
નવસારી1
જામનગર1
દેવભૂમિ દ્વારકા1
કચ્છ1
અન્ય સમાચારો પણ છે...