તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ગુજરાતમાં 6 માસમાં લોકોએ માસ્કનો રૂ.168 કરોડ દંડ ભર્યો

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં જ્યારથી માસ્ક નહીં પહેરવા બદલ દંડની રકમ વધારાઇને 1,000 કરાઇ છે ત્યારથી લઇને અત્યાર સુધીના 6 મહિનાના સમયગાળામાં સરકારે રાજ્યના લોકોને 168 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાહપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ 2020થી જાન્યુઆરી સુધીના છ મહિનાના સમયગાળામાં 16.79 લાખ લોકોને દંડ ફટકારાયો છે. શેખે વિગત માંગી હતી કે રાજ્યમાં વર્તમાન 1000 રૂપિયાના દંડનો નિયમ ક્યારથી લાગુ કરાયો અને જિલ્લાવાર કેટલાં લોકોને દંડ કરાયો હતો. તેના જવાબમાં દેખાય છે કે અમદાવાદ શહેરમાં કુલ 20.68 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો હતો અને 2,06,891 લોકોને આ માટે પોલીસે દંડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...