તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપોર્ટ:ગુજરાતમાં 9.7 ટકા જ ગ્રેજ્યુએશનથી વધારે ભણેલા, 20 ટકા અશિક્ષિત, મહિલા 7.7ટકા, પુરુષો 11.7ટકા ગ્રેજ્યુએટ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 4.5 ટકા જ ગ્રેજ્યુએટ. - Divya Bhaskar
ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 4.5 ટકા જ ગ્રેજ્યુએટ.
  • NSOની હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝમ્પ્શન ઓન એજ્યુકેશન ઇન ઇન્ડિયાનો રિપોર્ટ

ગુજરાતમાં 9.7 ટકા વ્યક્તિઓ જ ગ્રેજ્યુએશનથી વધારે ભણેલી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં ગ્રેજ્યુએશનનું પ્રમાણ સૌથી ઓછું 2.7 ટકા છે. ગ્રામ્ય વિસ્તારોમાં 4.5 ટકા અને શહેરી વિસ્તારોમાં 17.9 ટકા ગ્રેજ્યુએટ છે. પુરુષોમાં 11.7 ટકા, જ્યારે મહિલાઓમાં 7.7 ટકા ગ્રેજ્યુએટ છે. દેશમાં ગ્રેજ્યુએશનની સરેરાશ ટકાવારી 10.6 ટકા છે. દેશમાં સૌથી વધુ ગ્રેજ્યુએટનું પ્રમાણ દિલ્હીમાં 24.7 ટકા છે.

રાજ્યમાં 20.4 ટકા અશિક્ષિત, 23.1 ટકા પ્રાથમિક સુધી, 17.6 ટકા પ્રાથમિક અને સેકન્ડરી વચ્ચે, 17.8 ટકા સેકન્ડરી સુધી, 11.4 ટકા હાયર સેકન્ડરી સુધી ભણેલા છે. ગ્રેજ્યુએટ કે તેથી વધારે ભણેલી વ્યક્તિઓના મામલે ગુજરાતનો નંબર 12મો છે. આ આંકડા ભારત સરકારની નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ‘હાઉસહોલ્ડ સોશિયલ કન્ઝમ્પ્શન ઓન એજ્યુકેશન ઇન ઇન્ડિયા’ રિપોર્ટમાં બહાર આવ્યા છે. જુલાઈ 2017થી જૂન 2018 દરમિયાન 15 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં આ સર્વે કરાયો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 4.5 ટકા જ ગ્રેજ્યુએટ

વિસ્તારપુરુષોમહિલાઓકુલ
ગ્રામ્ય6.20%2.70%4.50%
શહેરી19.70%15.70%17.90%

રાજ્ય અનુસાર ગ્રેજ્યુએટના આંકડા

રાજ્યગ્રેજ્યુએટ (આંકડા ટકામાં)
દિલ્હી24.7
ઉત્તરાખંડ18.7
તેલંગાણા15.8
કેરળ14.9
હરિયાણા14.8
તામિલનાડુ13.8
મહારાષ્ટ્ર13.6
હિમાચલ12.1
પંજાબ11.9
કર્ણાટક11.4
ઉત્તરપ્રદેશ10.7
ગુજરાત9.7

​​​

અન્ય સમાચારો પણ છે...