તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર 1 જાન્યુઆરીથી મોટાં વાહનોમાં ફાસ્ટેગ ફરજિયાત અમલી કરાશે, પરંતુ રાજ્યમાં હજી 60 ટકા વાહનમાલિકો પાસે જ ફાસ્ટેગ છે. 31 ડિસેમ્બર સુધીમાં તમામ મોટાં વાહનોમાં ફાસ્ટેગ લાગી જાય તે માટે કેટલીક બેન્કો, પેટ્રોલપંપ સહિતનાં સ્થળોએ વ્યવસ્થા કરાઈ હતી. જો સરકાર ફાસ્ટેગની મુદત નહિ વધારે તો ટોલ પ્લાઝા પર ત્રણ ગણો દંડ વસૂલાશે. કેશની લાઇન બંધ કરવાના કારણે ઘર્ષણ ન થાય તે માટે રાતથી જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાશે.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ ગુજરાત સહિત દેશભરમાં પહેલી જાન્યુઆરી,2021થી મોટાં વાહનોમાં ફરજિયાત ફાસ્ટેગ અમલી બનાવાયું છે. લોકો વાહનોમાં ફાસ્ટેગનો અમલ કરે તે માટે ટોલ પ્લાઝા પર પાંચ બુથમાંથી ચાર બુથ ફાસ્ટેગના કરી દીધા છે.
નેશનલ હાઈવે ઓથોરિટીના ગુજરાતના ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં ફાસ્ટેગ વાહનનો આંકડો 60 ટકા પહોંચી ગયો છે. મોટા ભાગનાં કોમર્શિયલ વાહનોમાં ફાસ્ટેગ લાગી ગયું છે. 31 ડિસેમ્બર સુધીમાં મોટા ભાગનાં વાહનોમાં પણ ફાસ્ટેગ લાગી જશે. ફાસ્ટેગથી વાહનોમાં ઇંધણની સાથે સમયની બચત અને સલામતી રહેશે. હાઈવે પર વાહનનું લોકેશન પણ મળી શકશે. જો સરકાર ફાસ્ટેગની મુદત નહિ વધારે તો ટોલ પ્લાઝા પર ત્રણ ગણો દંડ વસૂલાશે.
ડબલ પેમેન્ટ થશે તો 3 દિવસમાં રિફંડનો દાવો
નેશનલ હાઈવે ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ફાસ્ટેગમાં બેંકની ભૂલના લીધે ઓનલાઇન ડબલ પેમેન્ટ થાય તો વાહનમાલિકને ત્રણ દિવસમાં નાણાં પરત મળી જશેે. આમ છતાં પેમેન્ટ ન મળે તો ફાસ્ટેગ સાઇટ પર જઈ અધિકારીનો સંપર્ક કરી શકાશે. વાહનમાલિકને બેંક પેમેન્ટ આપવામાં વિલંબ કરશે તો આવી બેંકનું ફાસ્ટેગ માન્ય નહીં ગણાય. આમ વાહનમાલિકને ઝડપથી ન્યાય મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.