રાજયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે આમ આદમી પાર્ટીના લીગલ સેલે ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યાલયોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાના પ્રદર્શન હેતુ મુક્યા હોવાને લઇ ભારતના મુખ્ય ચૂંટણી આયોગ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની સાથે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી છે કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સરકારી કાર્યાલયોમાંથી વડાપ્રધાનના ફોટાઓ હટાવવા કે રાજ્યમાં ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી એમને વ્યવસ્થિત રીતે ઢાંકવા માટેનું તાત્કાલિક સૂચના આપવામાં આવે.
નરેન્દ્ર મોદી ભાજપના સ્ટાર પ્રચારક
આમ આદમી પાર્ટીના લીગલ સેલે કેન્દ્રીય ચૂંટણી કમિશનર અને રાજય ચૂંટણી પંચના અધિકારીને પત્ર લખ્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સરકારી કાર્યાલયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા મુખ્ય રીતે લગાવવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક જાહેર કરવામાં આવ્યા છે અને આ રીતે સ્ટાર પ્રચારકનો ફોટો લગાવીને તેઓ ભાજપની સંભાવનાઓનો પ્રચાર કરી રહ્યા છે.
ફોટાઓને કાર્યાલયોમાં લગાવી રાખ્યા
ફોટાઓને પોસ્ટ ઓફિસોમાં અને અહીં સુધી કે કાર્યાલયોમાં પણ લગાવી રાખ્યા છે જ્યાં લોકો વારંવાર જતા હોય છે. સરકારી કાર્યાલયોમાં કોઇ પણ રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકોના ફોટાઓનો પ્રભાવ ચૂંટણી પર અસર કરી શકે છે. રાજ્યમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત નિર્દેશો તાત્કાલિક પસાર કરવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.