• Gujarati News
  • Business
  • In Gujarat, More Than Rs 5,000 Crore Worth Of Jewelery Will Be Sold Only During Festivals

તહેવાર-મેરેજ સિઝન:ગુજરાતમાં 5000 કરોડથી વધુની જ્વેલરી તો માત્ર તહેવારોમાં જ વેચાશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોઝ ગોલ્ડ ‘18 કેરેટ’ની જ્વેલરીમાં આકર્ષણ વધ્યું, ઘડામણમાં આકર્ષક ઓફર
  • તહેવાર-મેરેજ સીઝનની ખરીદી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં મોટા પાયે થશે
  • 15000 કરોડથી વધુનું જ્વેલરી માર્કેટ ગુજરાતનું વાર્ષિક ધોરણે
  • 60% મેન્યુફેક્ચરિંગમાં કારીગરો બંગાળના સૌથી વધુ
  • 50% એક્સચેન્જથી બૂલિયનમાં રોકાણ માગ ઘટી શકે
  • 40% સુધી તહેવારો પર ગોલ્ડ જ્વેલરીમાં ઘડામણ પર છૂટ

મહામારીના કપરા સમયમાંથી ગુજરાતીઓ તહેવારોની ઉજવણી કરવા ઉત્સુક છે જેના કારણે વિવિધ સેક્ટર પર પોઝિટિવ અસર જોવા મળી રહી છે. ગોલ્ડ જ્વેલરીમાં ગ્રાહકોની મોટા પાયે ખરીદી શરૂ થઇ ચૂકી છે. જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝના કુલ વાર્ષિક વેચાણમાંથી ઓક્ટોબરથી ડિસેમ્બર એમ ત્રણ માસનો કુલ વેપાર હિસ્સો 40 ટકાથી વધુ રહ્યો છે. ગુજરાતનું વાર્ષિક જ્વેલરી માર્કેટ 15000 કરોડથી વધુનું છે તેને ધ્યાનમાં લેતા ત્રણ માસમાં જ કુલ રૂ.5000 કરોડથી વધુની જ્વેલરી વેચાણ થશે તેવું નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે. સોનાની કિંમતોને ધ્યાનમાં લેતા લોકો હવે 22 કેરેટના બદલે 18 કેરેટ ‘રોઝ ગોલ્ડ’ તરફ આકર્ષણ વધ્યું છે. રોઝ ગોલ્ડની જ્વેલરીની ગુજરાતમાં મોટા પાયે ડિમાન્ડ ખુલી છે જેમાં ગ્રાહકોને જ્વેલરીની ખરીદી સાથે બજેટ પણ સચવાય જાય છે.

રોઝ ગોલ્ડ અને સામાન્ય એટલે કે 22 કેરેટની જ્વેલરી વચ્ચે ભાવ ફરક પ્રતિ 10 ગ્રામ સરેરાશ રૂ.8000-10000નો જોવા મળી રહ્યો છે. અત્યારે રોઝ ગોલ્ડ જ્વેલરીની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ.37000 આસપાસ છે. ગુજરાતમાં અત્યારે જ્વેલરી વેચાણમાં રોઝ ગોલ્ડનો હિસ્સો 50 ટકા કરતા વધુ રહ્યો છે. જોકે, રોઝ ગોલ્ડ જ્વેલરીમાં 22 કેરેટની જ્વેલરી કરતા ઘડામણ ચાર્જ પ્રતિ ગ્રામ સરેરાશ રૂ.250-300 વધુ રહે છે. અવનવી આકર્ષક ડિઝાઇનના કારણે ગ્રાહકોનું આકર્ષણ વધ્યું છે.

ગુજરાતમાં જ્વેલરી મેન્યુફેક્ચરીંગમાં 60 ટકા કારીગરો સાઉથના છે. દેશમાંથી થઇ રહેલી કુલ જ્વેલરી નિકાસમાં ગુજરાતનો હિસ્સો 35 ટકા આસપાસ રહ્યો છે. તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 47500-48500ની રેન્જમાં જ્યારે ચાંદીની કિંમત રૂ.58000-62000ની રેન્જમાં જોવા મળશે.

જ્વેલરીમાં હેરિટેજની માગ વધી
સોનાની કિંમતો સતત વધી રહી છે ત્યારે ગ્રાહકો ઓછા બજેટમાં ઉત્તમ ડિઝાઇનવાળી જ્વેલરીને પ્રાધાન્ય આપતા થયા છે. મેરેજ સીઝન માટે હેરિટેજ ડિઝાઇનની બોલબાલા વધી છે. જેમાં સાઉથની ટેમ્પલ કારીગરી, રાજસ્થાનની બિકાનેરી, હૈદરાબાદની મિઝામ કારીગરી, ગુજરાતની ચિતરાઇ તથા કોલકાતાની ધુધરી કારીગરીની ધૂમ માગ છે. ગ્રાહકો હવે ઓફર કરતા યુનિક ડિઝાઇન ખરીદીને વધુને વધુ પ્રાધાન્ય આપવા લાગ્યા છે.

બૂલિયન એક્સચેન્જ શરૂ થતા HNI રોકાણ ડાઇવર્ટ થશે
બૂલિયન એક્સચેન્જ શરૂ થવા મુદ્દે તાજેતરમાં સેબી દ્વારા લીલીઝંડી મળી છે. એક્સચેન્જ શરૂ થવાની સાથે ફિઝિકલ માગને વેગ મળશે પરંતુ HNI વર્ગ કે જે શેરની જેમ સોનામાં રોકાણ કરી વળતર મેળવી રહ્યાં છે તેઓની ખરીદી ફિઝિકલ સામે એક્સચેન્જ તરફ ડાઇવર્ટ થઇ શકે છે. સરેરાશ 50 ટકા ફિઝિકલ બૂલિયન ઇન્વેસ્ટર્સ માગ એક્સચેન્જ તરફ વળે તો નવાઇ નહિં. એક્સચેન્જથી માર્કેટમાં પારદર્શિતા વધશે.

મેરેજ ફંક્શન બે વર્ષથી અટક્યા હોવાથી માગ ખુલશે
કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી મેરેજ ફંક્શન અટક્યા છે. તહેવારોની સાથે-સાથે મેરેજ સીઝનની મોટા પાયે ખરીદી થઇ રહી છે. મોટા ભાગના લોકો મેરેજ ફંક્શન મર્યાદીત કરી રહ્યાં છે અને તેની સામે ગોલ્ડને પ્રાધાન્ય આપવા લાગ્યા છે. આડકતરા ખર્ચમાં પણ ઘટાડો કરી રહ્યાં છે તેની પોઝિટિવ અસર ગોલ્ડ જ્વેલરી પર જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની આવક શરૂ થતા અને અટવાઇ પડેલા ફંક્શન શરૂ થતાની સાથે જ માગમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે.

ગોલ્ડ જ્વેલરી રૂ.4500થી વધુ સસ્તી થઇ

વિગત20202021તફાવત
બૂલિયન5300047500-5500
જ્વેલરી4800043500-4500
ઘડામણ250-500400-900400
ચાંદી60000615001500
  • 400 ટનથી વધુ બૂલિયનની આયાત કરતું ગુજરાત, દેશમાં કુલ આયાત 700 ટન
  • 35 ટકાથી વધુ જ્વેલરી નિકાસમાં હિસ્સો ગુજરાતનો, સાઉથ નિકાસમાં ટોચ પર

ગુજરાતમાં વાર્ષિક 150 ટનથી વધુ ગોલ્ડનો જ્વેલરીમાં વપરાશ
દેશમાં ગોલ્ડની કુલ થતી આયાતમાં ગુજરાતનો હિસ્સો 55-60 ટકાનો રહેલો છે. જેમાંથી મોટા ભાગનું સોનું બૂલિયન સ્વરૂપે જ અન્ય રાજ્યોમાં અથવા તો લગડી સ્વરૂપે વેપાર થાય છે આમ છતાં ગુજરાતમાં વાર્ષિક ધોરણે જ્વેલરીમાં 150 ટનથી વધુ સોનાનો વપરાશ થાય છે. તહેવારોના કારણે અત્યારે 20-30 ટકા સુધી ઘડામણ પર ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. આ વર્ષે 40 ટકાથી વધુ વેચાણ ગ્રોથની સંભાવના છે. - અમીત ઝવેરી, ડિરેક્ટર- અરવિંદભાઇ જ્વેલર્સ પ્રા.લિ.

જ્વેલરીની ખરીદી માટે સમય ‘સોના પે સુહાગા’
સોનાની ખરીદી માટે શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. સોનાની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ સરેરાશ 8000 પ્રતિ 10 ગ્રામ ભાવ ઘટી ચૂક્યા છે. હવે મોટા ઘટાડાની સંભાવના નથી. ગ્રાહકો માટે જ્વેલરી ખરીદી માટે સોને પે સુહાગા જેવો સમય છે. મોટા ભાગના ગ્રાહકો અત્યારે ઓફરના બદલે યુનિક ડિઝાઇનની માગ કરી રહ્યાં છે. મેરેજ સીઝન ખુલી રહી હોવાથી એનઆરઆઇ ખરીદીની માગ પણ મોટા પાયે ખુલી છે. - રૂપલ શાહ, ડિરેક્ટર-કે કે જ્વેલ્સ.

અન્ય સમાચારો પણ છે...