મોતના ચિંતાજનક આંકડા:ગુજરાતમાં પાંચ વર્ષમાં હેલ્મેટ-સીટબેલ્ટ નહી પહેરવાથી 11 હજારથી વધુ લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયાં

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રાલયે માર્ગ અકસ્માત અંગે જાહેર કરેલા રિપોર્ટમાં ખુલાસો
  • 6789ના મૃત્યુ હેલ્મેટ નહી પહેરવાથી અને 4697ના મૃત્યુ સીટબેલ્ટ નહી બાંધવાથી થયા

ગુજરાતમાં હેલ્મેટ ફરજીયાતનો કાયદો હોવા છતાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં તેનો અમલ લોકો જ કરતાં નથી. તે ઉપરાંત કારમાં ડ્રાઈવર અને આગળની સીટ પર બેસનારે સીટબેલ્ટ બાંધવો ફરજીયાત છે. તેમ છતાં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 2016 થી 2020 વચ્ચેના સમયમાં 6683 લોકો અકસ્માત સમયે ફકત હેલ્મેટ નહી પહેર્યા હોવાથી મૃત્યુ પામ્યા છે.ટુ વ્હીલરની વાત કરીએ તો પાંચ વર્ષમાં 2382ના મૃત્યુ ફકત હેલ્મેટ નહી પહેર્યા હોવાથી માથા કે ગરદનની ઈજાના કારણે મૃત્યુ થયા છે.

કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો
કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રાલયે દેશમાં માર્ગ અકસ્માત અંગે જાહેર કરેલા એક રિપોર્ટમાં ગુજરાતના પાંચ વર્ષના આંકડા રજૂ કર્યા હતા અને તેમાં જણાવ્યું કે આ અકસ્માતમાં જીવન ગુમાવનાર વ્યક્તિઓમાં 6789ના મૃત્યુ હેલ્મેટ નહી પહેરવાથી અને 4697ના મૃત્યુ સીટબેલ્ટ નહી બાંધવાથી થયા હતા. જો કે ગુજરાતમાં ટુ વ્હીલરમાં પાછળની સીટ પર બેસનાર માટે હેલ્મેટ ફરજીયાત નથી અને તેથી સાથી પ્રવાસી ભાગ્યે જ હેલ્મેટનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં હેલ્મેટ અંગે સરકાર ખુદ નિયમનો અમલ કરવામાં ગંભીર નથી અને ખાસ કરીને સરકાર લોકોના આક્રોશ અને વિરોધથી દરેક સમયે પાછી પાની કરે છે.

હેલ્મેટ નહીં પહેરવાને કારણે મોટરસાયકલ ચાલકોના મોત વધુ થાય છે (પ્રતિકાત્મક તસવીર)
હેલ્મેટ નહીં પહેરવાને કારણે મોટરસાયકલ ચાલકોના મોત વધુ થાય છે (પ્રતિકાત્મક તસવીર)

હેલ્મેટનો અમલ લોકો જ કરતાં નથી
રાજયમાં અવારનવાર હેલ્મેટ ફરજીયાતના આદેશો થાય છે પર તેનો અમલ ફકત કાગળ પર જ રહે છે. 2019માં રાજય સરકારે એક જાહેરનામાથી શહેરના માર્ગો પર હેલ્મેટ ફરજીયાત નથી તેવું જાહેરનામું બહાર પાડયું જે કાનૂની જોગવાઈથી તદન વિપરીત હતું અને જયારે હાઈકોર્ટમાં આ મુદો ગયો તો સરકારે યુ-ટર્ન લીધો છે અને આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હોવાનો ઈન્કાર કર્યો જયારે હાલમાં જ ફરી એક વખત હેલ્મેટ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું પણ તે ફકત હાઈવે પર જ લાગુ પડે છે તેવી સ્પષ્ટતા થઈ હતી.

પાંચ વર્ષમાં હેલ્મેટ, સીટબેલ્ટના અભાવથી મોત

વર્ષહેલ્મેટસીટબેલ્ટકુલ
2016106105211
2017101810182036
2018154613292875
2019201314473460
202021067982904