તહેવારોમાં સાચવજો:રાજ્યમાં સામાન્ય દિવસ કરતાં દિવાળીમાં ઈમર્જન્સી કેસ 21.46 ટકા વધ્યાં, છેલ્લા બે દિવસમાં 108ને અકસ્માતના 1755 કોલ મળ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવારમાં લોકોની અવરજવર વધવાથી રોડ અકસ્માતના કેસોમાં વધારો થયો
  • દિવાળી અને નૂતન વર્ષના દિવસે દાજી જવાના 36 જેટલા કેસો નોંધાયા

દિવાળીના તહેવારમાં ખાસ કરીને દાઝવા અને અકસ્માતના કેસોમાં વધારો થતો હોય છે. એ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફની ઘટનાઓ પણ વધુ નોંધાતી હોય છે. આ સમયે 108 ઈમર્જન્સી સર્વિસની કામગીરી સરાહનીય હોય છે. આ વખતની દિવાળીમાં 108 દ્વારા 7888 કેસને પ્રતિસાદ અપાયો છે, જેમાં દિવાળી અને બેસતા વર્ષના દિવસે 21.46 ટકા ઈમર્જન્સીમાં નોંધાયેલા કેસોના વધારાને કોઈપણ પ્રકારના અવરોધો વિના પાર પાડવામાં આવ્યાં છે. એ ઉપરાંત આજે ભાઈબીજના દિવસે 27 ટકા જેટલા ઈમર્જન્સી કેસોમાં વધારો થઈ શકવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા બે દિવસમાં 108ને રોડ અકસ્માતના 1755 કોલ મળ્યા છે.

2020ની સરખામણીએ 17.74 ટકા કેસ વધ્યા
તહેવારો દરમિયાન ઈમર્જન્સી કેસોમાં થતા વધારાને પહોંચી વળવા 108 ઈમર્જન્સી સર્વિસ દ્વારા પૂરેપૂરી તૈયારીઓ અગાઉથી જ કરી દેવામાં આવી હતી, જેમાં પૂરતો સ્ટાફ હાજર રાખવો, એમ્બ્યુલન્સોનું પહેલેથી જ મેઇન્ટેનન્સ કરાવી અને પૂરતાં સાધનો ઉપલબ્ધ કરાવ્યાં તથા એના થકી સામાન્ય દિવસો કરતાં 21.46 ટકા નોંધાયેલા ઈમર્જન્સીના વધારાને સારી રીતે પ્રતિસાદ આપી શકાયો હતો. ગત વર્ષ 2020ની સરખામણીએ દિવાળીના દિવસે અને 17.74 ટકાનો નૂતન વર્ષના દિવસે કુલ ઈમર્જન્સી કેસોમાં વધારો નોંધાયો.

દાઝી જવાના કેસોમાં 128 ટકાનો વધારો થયો ( પ્રતીકાત્મક તસવીર).
દાઝી જવાના કેસોમાં 128 ટકાનો વધારો થયો ( પ્રતીકાત્મક તસવીર).

અકસ્માત અને ટ્રોમા નોન વિહીક્યુલરના કેસો વધ્યા
અનુમાનિત ઈમર્જન્સી કેસોની સરખામણીએ 13.46 ટકા દિવાળીના દિવસે અને 4.82 ટકા નૂતન વર્ષના દિવસે ઈમર્જન્સી કેસો નોંધાયા. અનુમાનિત ઈમર્જન્સી કેસો અને નોંધાયેલા ઈમર્જન્સી કેસો વચ્ચેનો કુલ તફાવત -8.95 ટકા જેટલો રહ્યો છે. નોંધાયેલા ઈમર્જન્સી કેસોમાં વધારા માટેનું કારણ રસ્તાઓ પર તહેવારના દિવસોમાં વધેલી લોકોની અવરજવરને માની શકાય, રોડ અકસ્માત અને ટ્રોમા નોન વિહીક્યુલરના કેસોમાં પણ વધારો નોંધાયો છે.

બે દિવસમાં 1755 રોડ અકસ્માત થયા
રોડ અકસ્માતના કેસોમાં દિવાળી દરમિયાન 83.73 ટકા અને નૂતન વર્ષ દરમિયાન 176.90 ટકાનો વધારો નોંધાયો છે. કુલ 1055 જેટલા રોડ અકસ્માતના કેસો નવા વર્ષના દિવસે નોંધાયેલા, જે એક દિવસમાં સૌથી વધારે નોંધાયા છે. દ્વિચક્રી વાહનોના અકસ્માત કે જે રોડ અકસ્માતમાં વધારે જોવાય છે એમાં પણ આ દિવાળી પર 95.39 ટકા અને નૂતન વર્ષના દિવસે 202.48 ટકા જેટલો વધારો નોંધાયો છે. ફોર-વ્હીલર વાહનોના અકસ્માતના કેસોમાં 162.96 ટકા દિવાળીના દિવસે અને 229.63 ટકા જેટલો નૂતન વર્ષના દિવસે વધારો નોંધાયો. આ બે દિવસ દરમિયા કુલ નોંધાયેલા રોડ અકસ્માતના કેસોની સંખ્યા 1755 છે.

સામાન્ય દિવસ કરતાં દિવાળીના દિવસોમાં નોંધાયેલા કેસ

ઈમર્જન્સીસામાન્ય દિવસદિવાળી
મારામારી96419
પડી જવું135348
દાઝીવું736
જાનવરથી ઈજા1448

બે દિવસમાં દાઝવાના 36 કેસ નોંધાયા
દિવાળી અને નૂતન વર્ષના દિવસે ટ્રોમા નોન વિહીક્યુલરના કેસોમાં પણ નોંધનીય વધારો જોવા મળ્યો છે. દિવાળીના દિવસે 36.61 ટકા અને નૂતન વર્ષના દિવસે 78.31 ટકા જેટલો વધારો નોંધાયો છે. ટ્રોમા નોન વિહીક્યુલરના કેસોમાં પણ મારામારીના કેસોમાં 93.95 ટકા જેટલો દિવાળીમાં અને 142.71 ટકા જેટલો નૂતન વર્ષના દિવસે વધારો નોંધાયો છે. જ્યારે પડી જવાથી વાગવાના કેસોમાં દિવાળી પર 11.85 ટકા અને નૂતન વર્ષના દિવસે 45.93 ટકા જેટલો વધારો નોંધાયો છે. દિવાળી અને નૂતન વર્ષના દિવસોએ દાઝી જવાના 36 જેટલા કેસો નોંધાયા, જે દિવાળી પર 185.71 અને નૂતન વર્ષના દિવસે 128.75 જેટલો વધારો સૂચવે છે.

અન્ય સમાચારો પણ છે...