અભિયાન:ગુજરાતમાં ડોક્ટરો પોતાના ત્યાં સારવાર માટે આવતા દર્દીઓને વેક્સિન લેવા માટે સમજાવશે, રસી લેવા દર્દીઓને સરકારી સેન્ટર પર મોકલશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ડોક્ટરો દર્દીઓમાં રહેલી ગેરમાન્યતાઓ અને ભ્રમ દૂર કરીને રસી લેવા માટે તૈયાર કરશે
  • ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ગુજરાતની તમામ બ્રાન્ચોમાં પત્ર લખ્યો

દિવાળી બાદ ગુજરાતમાં ખાસ કરીને મોટા શહેરોમાં કોરોનાના કેસો વધવા માંડ્યાં છે. અમદાવાદમાં પણ કોરોનાના કેસોમાં નોંધનીય વધારો થયો છે. બીજી તરફ વેક્સિનેશનની પ્રક્રિયા પણ ખૂબજ ઝડપથી આગળ વધી રહી છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાજ્યના તમામ હોદ્દેદારોને સૂચના આપવામાં આવી છે કે, કેટલાક શહેરો અને વિસ્તારોમાં રસીકરણ અંગે યોગ્ય માહિતી નહીં હોવાને કારણે લોકો રસી નથી લેતા. હવે રાજ્યના આરોગ્ય વિભાગે પણ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે મળીને રસીકરણ કાર્યક્રમને વેગ આપવા માટે ખાસ આયોજન હાથ ધર્યું છે.

એસોસિએશને તમામ ડોક્ટરોને પત્ર લખ્યો
ઈન્ડિયન મેડિકસ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ મારફતે લખવામાં આવેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોરોના રસીનો પહેલો ડોઝ લેનાર લોકોની સંખ્યા 90 ટકા સુધી પહોંચી છે. જેની સામે બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા માત્ર 50 ટકા સુધી પહોંચી છે. જે ચિંતાનો વિષય છે. મેડીકલ એસોસિએશન તરફથી પત્ર લખીને તમામ ડોક્ટર અને સૂચના આપવામાં આવી છે, કે તેમની પાસે આવતા દર્દીઓનું વેક્સિનેશન સ્ટેટ્સ જાણે. જો ન લીધી હોય તો વેક્સિન લેવાનું મહત્વ સમજાવે, ઉપરાંત ખોટી માન્યતા અને ભ્રમ દૂર કરીને નજીકના સરકારી વેક્સિનેશન સેન્ટર પર મોકલવા માટે કહેવામાં આવ્યું છે.

વેકિસેનશનને વેગ આપવા આરોગ્ય વિભાગનું અભિયાન ( ફાઈલ ફોટો)
વેકિસેનશનને વેગ આપવા આરોગ્ય વિભાગનું અભિયાન ( ફાઈલ ફોટો)

આરોગ્ય વિભાગ સાથે 30 હજાર ખાનગી ડોક્ટરો જોડાશે
ગુજરાતના હોદ્દેદારોએ રાજ્ય આરોગ્ય વિભાગ સાથે બેઠક કરી હતી. જેમાં જિલ્લા અને તાલુકા પ્રમાણેના ડેટા આપવામાં આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખી જિલ્લા, શહેર, તાલુકા અને ગ્રામ્ય સ્તરના ડોક્ટરોને તેમના વિસ્તારમાં વેક્સિનેશનની પરિસ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. જિલ્લા તથા સ્થાનિક આરોગ્ય વિભાગ સાથે મેડીકલ એસોસિએશન બ્રાન્ચના પ્રતિનિધિઓ સંકલન કરશે. રાજ્યભરમાંથી અંદાજે 30 હજાર જેટલા ડોક્ટરો આ અભિયાનમાં જોડાશે.

રાજ્યમાં બીજા ડોઝ માટે અવેરનેસ ડ્રાઈવ યોજાશે. ( ફાઈલ ફોટો)
રાજ્યમાં બીજા ડોઝ માટે અવેરનેસ ડ્રાઈવ યોજાશે. ( ફાઈલ ફોટો)

લોકો વિદેશમાં પણ ફરવા માટે ગયાં હતાં
દિવાળીના તહેવારમાં ઇન્ટર સ્ટેટ એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ચહલ-પહલ વધી હતી. રજાઓના સમયમાં વિદેશમાં પ્રવાસ માટે લોકો ગયા હતા, જેને કારણે સંક્રમણની સંભાવનાઓ વધી જાય છે. ઉપરાંત યુરોપના દેશોમાં ડેલ્ટા પ્લસ વાઇરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ધીમેધીમે હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ ચાલુ થઈ ગઈ છે, જેથી એક દેશમાંથી બીજા દેશમાં લોકોની અવરજવર પણ શરૂ થઇ છે. ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટનું અસ્તિત્વ જોવા મળ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.

અન્ય સમાચારો પણ છે...