કેમ વધે છે કોરોના:ગુજરાતમાં કોરોના બેકાબુ પાછળ ‘હિડન પોઝિટિવ’, ઓછા ટેસ્ટિંગ અને ટ્રેસિંગ માટેની ઢીલી નીતિ જવાબદાર

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટેસ્ટિંગ ઓછા કરવાથી પોઝિટિવ દર્દી અનેક સ્થળે સ્પ્રેડર બને છે
  • પોઝિટિવ દર્દીના સંક્રમણની તપાસ કે તેનું ટ્રેસિંગ સરકારે બંધ કરી દીધું હોય તેવી સ્થિતિ
  • રાજ્યમાં કોરોના હવે કોઇ ચોક્કસ હોટસ્પોટ નહીં પરંતુ દરદે જિલ્લામાં સતત ફેલાઈ રહ્યો છે

ગુજરાતમાં ફરી કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. રાજ્યમાં દરરોજ 600થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે, ત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ ફાંફે ચડ્યું છે. વધતા કેસો પાછળ ઓછા ટેસ્ટિંગના કારણે રાજ્યમાં હિડન પોઝિટિવ સુપર સ્પ્રેડર બનીને કોરોનાનો વ્યાપ વધારી રહ્યો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. પરંતુ સરકાર કોરોનાના કેસમાં ડેટા ગેમ કરી પોતાની સફળતા બતાવવામાં ઉતાવળી બની છે. 

33 વિરુદ્ધ 3 દિવસે કોરોનાના સંક્રમણમાં વધારો કર્યો
ગુજરાતમાં ગઇકાલે સતત ત્રીજા દિવસે નવી ઉંચાઈ સર્જતા પોઝિટિવ કેસ નોંધાયા છે. શુક્રવારે 687 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને જુલાઈના પ્રથમ ત્રણ દિવસમાં જ કુલ 2043 કેસ નોંધાયા છે. જ્યારે પ્રથમ 33 દિવસમાં 2066 કેસ નોંધાયા હતા. આમ 33 વિરુદ્ધ 3એ કોરોનાના સંક્રમણમાં કેવો ફેલાવો કર્યો છે એ દર્શાવે છેકે સતત છઠ્ઠા દિવસે 600થી વધુ કેસ નોંધાયા છે અને રાજ્યમાં કોરોનાના કુલ કેસ 34686 થયા છે. તો વધુ 18 મોત સાથે મૃત્યુઆંક 1906 થયો છે. આમ મૃત્યુઆંક ઘટ્યો છે. 

ડિસ્ચાર્જ થતા દર્દી ઘટ્યા
રાજ્યમાં કોરોનાના કેસ વધવાની સાથે ડિસ્ચાર્જ રેટ અગાઉ સમાન ચાલતો હતો તે ઘટ્યો છે. ગઇ કાલે 340 લોકો ડિસ્ચાર્જ થયા અને કુલ ડિસ્ચાર્જની સંખ્યા 24941 થઇ છે. આમ રાજ્યમાં એક્ટિવ કેસ પ્રથમ વખત 10 હજારથી વધી જશે અને મૃત્યુઆંક 2 હજારને પાર કરશે તેવો ભય છે. હાલ 9745 એક્ટિવ કેસ છે. અમદાવાદમાં એક તબક્કે રોજના 300થી વધુ નવા કેસ આવતા હતા, જે હવે 200ની આસપાસ આવે છે. ગઇકાલે અમદાવાદમાં 204 કેસ નોંધાયા, જેમાંથી 195 સિટીના અને 9 કેસ જિલ્લાના હતા. 

કોરોના ટેસ્ટમાં 10માં સ્થાને ગુજરાત
રાજ્ય સરકારે કોરોના ટેસ્ટમાં દેશમાં 10મું સ્થાન મેળવ્યું છે. કુલ 6 કરોડ લોકોમાં ત્રણ માસ જેવા સમયમાં આજ દિન સુધીમાં 3,45,900 ટેસ્ટ થયા છે. જેના કરતા દિલ્હીમાં વધુ ટેસ્ટ થયા છે. યુપીમાં પણ 8 લાખ ટેસ્ટ થયા. આંધ્રપ્રદેશમાં 4.95 કરોડની વસ્તી છે, જ્યાં 9.71 લાખ ટેસ્ટ થયા છે. આમ ગુજરાતમાં ટેસ્ટ ન થવા અને છૂપા લક્ષણો ધરાવતા લોકોના પોઝિટિવ અમદાવાદમાં સંક્રમણ વધારી દેતા સરકાર કામે લાગી હતી. પરંતુ સુરત, વડોદરા, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના આગળ વધતો હતો ત્યાં પણ નો ટેસ્ટ જેવી સ્થિતિ  બનાવી હતી. 

હિડન પોઝિટિવ હવે બહાર આવી રહ્યાં છે
કોન્ટેક ટ્રેસિંગથી એક પોઝિટિવ કેટલાને મળ્યો તે જાણવામાં ગુજરાતે નહીવત રસ દાખવ્યો હતો. જેના કારણે સંક્રમણ વધતા ગુજરાત નં.2 પર પહોંચી ગયું છે. જોકે ટેસ્ટ ઘટાડીને કોરોના પોઝિટિવનો આંક ઘટાડાયો અને આજે ગુજરાત નંબર 4 પર છે. પરંતુ તેમાં સંતોષ લેવા જેવો નથી. ટેસ્ટ ન થવાના કારણે ગુજરાતમાં ઓછા કેસ દેખાઈ રહ્યાં છે, પરંતુ હિડન પોઝિટિવ વધુ છે તે હવે બહાર આવી રહ્યું છે. ટ્રેસિંગમાં પણ ગુજરાત પાછળ છે. મુંબઇમાં 1 પોઝિટિવ પાછળ 10 કોન્ટેક્ટ ચકાસાયા પણ ગુજરાતમાં તે 2-3 જ છે. અન્ય રાજ્યોમાં કેસ વધ્યા પણ ગુજરાતમાં  ‘હિડન-પોઝિટિવ’ હતા અને તેથી જ્યારે ગુજરાત પોઝિટિવમાં નંબર 2ની નંબર 4 પર પહોંચી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...