વહેલી ચૂંટણી આવશે?:ગુજરાતમાં UP સાથે ફેબ્રુઆરીમાં જ ચૂંટણી આવી શકે છે, કોંગ્રેસ-આપને ઉંઘતા ઝડપવાનો ભાજપનો વ્યૂહ

અમદાવાદ9 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • કોંગ્રેસના ઠેકાણા નથી, આપ માં હજુ કોઈ ચેહરો નથી,બને હરીફોને વધુ તક આપવી ભાજપ માટે નુકશાનકારક
  • ભાજપના સંગઠનની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે, સરકાર પણ વિકાસના કામો,નીતિઓ અને જાહેરાતો પણ ફટાફટ કરી રહી છે

ગુજરાત સરકારની આગામી નવેમ્બર-2022 માં મૂદત થાય છે. પરંતુ ભાજપ દ્વારા અંદરખાને આગામી ફેબ્રુઆરી-2022માં જ ઉત્તર પ્રદેશ સાથે ગુજરાતની પણ ચુંટણી યોજી નાખવા તૈયારી ચાલી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ભાજપના વિજય બાદ કોરોનાની બીજી લહેર દરમિયાન ઊભી થયેલી સંકટની સ્થિતિ બાદ પ્રજાનો મૂડ જાણવા માટે ભાજપે ખાનગી સર્વે કરાવ્યો હતો. જેમાં હાલની રાજકીય પરિસ્થિતિમાં વહેલી ચૂંટણી યોજવાની પણ એક વ્યૂહાત્મક ગણતરી પણ કરવામાં આવી હતી.

જો આપને તક મળી તો ભાજપ માટે નુકસાનકર્તા બની શકે
ભાજપના આંતરિક સર્વે દરમિયાન એવું પણ એક મુખ્ય તારણ બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે કે, આજની સ્થિતિમાં કોંગ્રેસમાં હજુ સંગઠન,સંકલન અને સક્રિયતાનો અભાવ દેખાય છે. કૉંગ્રેસ હજુ આંતરિક લડાઈમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ઝડપથી આગળ વધી રહી છે. પરંતુ જો વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માં સમયસર યોજવામાં આવે તો, ત્યાં સુધી આપ ગુજરાતમાં ફરી વળે અને ચોક્કસ નેતાઓ સાથે સંગઠન મજબૂત બનાવી દે તો ભાજપને વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ ની સાથે આમ આદમી પાર્ટીનો પણ મુકાબલો કરવો પડે તેમ જ છે, હાલ આપનું હજુ જોઈએ એટલું વર્ચસ્વ નથી કે નથી કોઈ મોટો ચેહરો જેના સહારે ચૂંટણી લડી શકે, જો આમ આદમી પાર્ટી ને તક આપવામાં આવે તો તે ભાજપ માટે નુકશાનકર્તા બની શકે છે.

કોંગ્રેસમાં હજી નેતૃત્વના ઠેકાણા નથી ( ફાઈલ ફોટો)
કોંગ્રેસમાં હજી નેતૃત્વના ઠેકાણા નથી ( ફાઈલ ફોટો)

ઉત્તર પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણી યોજવાની તૈયારી
આમ, ગુજરાતમાં હાલ ભાજપના વિરોધી એવા કોંગ્રેસ અને આમ આદમીની પરિસ્થિતિ હજુ મજબૂત નથી, આવા સમયે જો ઉત્તરપ્રદેશ ની સાથે જ ફેબ્રુઆરીમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપની જીત સરળ પણ બની શકે અને ભાજપ પ્રમુખ નો 150 થી વધુ બેઠકો મેળવવા નો ટાર્ગેટ પૂરો થઈ શકે છે.ગુજરાતમાં ચૂંટણીને હજુ દોઢ વર્ષનો સમય બાકી હોવા છતાં પણ ભાજપે ચૂંટણી લક્ષી કાર્યક્રમો અને સંગઠન ને મજબૂત બનાવવા ની તૈયારીઓ શરૂ કરી છે, ભાજપ સરકાર અને સંગઠન સાથે મળીને ચૂંટણી ની વ્યૂહરચના પણ ઘડી રહયા હોવાનું જાણવા મળ્યું છે.

આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે ( ફાઈલ ફોટો)
આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે ( ફાઈલ ફોટો)

વહેલી ચૂંટણી આવવાની હોવાની ચર્ચાઓ ચાલુ થઈ ગઈ
ભાજપ ની તૈયારીઓ જોઈને પક્ષના કાર્યકરોમાં પણ વહેલી ચૂંટણી આવવાની હોવાની ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે.આ ઉપરાંત ગુજરાતમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ ની ઉજવણી ના કાર્યક્રમો, સાથે સાથે વિકાસના કામોના પણ ઝડપભેર ઉદ્દઘાટનો અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહયા છે, સાથે સાથે રાજ્ય સરકાર પણ અલગ અલગ નીતિઓ અને કાયદા બનાવી પ્રજાલક્ષી કામો ની ભરમાર શરૂ કરી દીધી છે.તે જોઈને સચિવાલય માં પણ અધિકારીઓ અને મંત્રીઓ, ધારાસભ્યો માં પણ વહેલી ચૂંટણી ની ચર્ચાઓ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...