તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં 1990 પછી ફરીવાર 2021માં હિન્દુત્વનું મોજું ફરી વળે એવી સંભાવના છે. ભાજપના હાઈ કમાન્ડની સૂચના અનુસાર, ભાજપના ગુજરાત એકમ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીની સાથે સાથે રામમંદિર નિર્માણના નામે પ્રચાર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એ જોતાં ભાજપ 30 વર્ષ પછી ફરી એકવાર રામના નામે મત માગવા નીકળી રહ્યો છે, મહાનગરપાલિકાના પ્રચારમાં પણ રામનું નામ ચાલી રહ્યું છે.
ગુજરાતમાં રામમંદિરના નિર્માણ માટે ફંડ ઉઘરાવવાની શરૂઆત કરાઈ હતી
રામમંદિરના નિર્માણ માટે ભાજપશાસિત રાજ્યોએ ફંડ આપવાની શરૂઆત કરી છે ત્યારે ગુજરાતમાં પણ લોકો પાસેથી ફંડ ઉઘરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી અને ઠેર ઠેર રામમંદિર નિર્માણ નિધિના બેનર લગાવીને પ્રચાર તો શરૂ કરી દીધો છે, સાથે સાથે ભાજપના ઉમેદવારો પણ રામમંદિરના નામે મત માગવા નીકળી રહ્યા છે. ભાજપના ચૂંટણીઢંઢેરામાં પણ રામમંદિરનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે એવી પણ શક્યતા છે, કેમ કે ભાજપે મહાનગરપાલિકામાં તો રામમંદિર નિર્માણના નામે પ્રચાર શરૂ કર્યો છે. અમદાવાદ શહેરમાં ચૂંટણી સભા કે પ્રચારમાં જય શ્રીરામના નારા સાથે રામમંદિર નિર્માણના નામે મત માગવામાં આવી રહ્યા છે. ભાજપના નેતાઓ પણ ફરી એકવાર રામના નામે મત માગતાં પ્રવચનો કરવા લાગ્યાં છે.
હિંદુત્વનો મુદ્દો ચલાવી વધુ બેઠકો કબજે કરવાનો પ્લાન
સામાન્ય રીતે છેલ્લી કેટલીક ચૂંટણીઓથી ભાજપ વિકાસના મુદ્દે જંગમાં ઊતરી રહી છે, પણ આ ચૂંટણીમાં ભાજપ વિકાસની સાથે હિન્દુત્વનો મુદ્દો પણ ચલાવીને વધુ ને વધુ બેઠકો કબજે કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપની ટક્કર એકલી કૉંગ્રેસ સામે નથી, આમ આદમી પાર્ટી અને ઔવેસીની પાર્ટી સાથે પણ લડવાનું છે, એ સંજોગોમાં ભાજપ વિકાસની સાથે રામમંદિર નિર્માણનો મુદ્દો ચલાવીને મત મેળવવાની કોશિશ કરી શકે છે.
ભાજપના ઉમેદવારીફોર્મમાં પણ દાનની રકમનો ઉલ્લેખ કરાયો હતો
અગાઉ ભાજપ દ્વારા જે ઉમેદવારી પસંદગી માટેનાં ફોર્મ આપવામાં આવ્યાં હતાં એમાં રામ જન્મભૂમિ તીર્થ માટેની નિધિમાં દાન આપ્યું છે કે નહીં એવો સવાલ કરવામાં આવ્યો હતો, જેમાં ભાજપના જે કાર્યકરો અને નેતાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લડવા માગતા હતા તેમણે રામમંદિરના નિર્માણ માટે ફરજિયાત દાન આપવું પડ્યું હતું, કારણ કે દાન આપ્યા વિના કોઇપણ કાર્યકર કે નેતાને ટિકિટ મળવાની સંભાવના ઓછી હતી. પરિણામ એવું આવ્યું છે કે સંભવિત ઉમેદવારોએ રામમંદિર માટે દાન આપવાની શરૂઆત કરી છે.
હિન્દુત્વના મુદ્દાને આગળ ધરીને મતદારોને મનાવવાનો પ્રયાસ
ગુજરાતમાં છ મહાનગરપાલિકા માટે 21મીએ મતદાન થશે અને 23મીએ પરિણામ જાહેર કરાશે, જ્યારે 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને બીજી માર્ચ પરિણામો જાહેર થશે. આ ચૂંટણીમાં રામમંદિરના નિમાર્ણકાર્ય માટે ચૂંટણી સ્ટેટેજી બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, એટલે કે ગુજરાતમાં ભાજપ આ સ્થાનિક ચૂંટણીમાં હિન્દુત્વના મુદ્દાને આગળ ધરીને મતદારોને મનાવવાનો પ્રયાસ કરશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.