રેલવે પ્રોટેક્શન ફોર્સ:ગુજરાતમાં ટ્રેનમાં ચઢતા-ઉતરતા અકસ્માતના કિસ્સામાં કુલ 178 લોકોને બચાવ્યા, માદક પદાર્થોની હેરાફેરીમાં 91ની ધરપકડ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓપરેશન માતૃશક્તિ' યોજના હેઠળ માર્ચ 2022માં 10 મહિલાઓની ટ્રેનમા સફળ પ્રસુતિ કરાવી
  • માલસામાન ખોવાયો હોય તેના માટે 'ઓપરેશન અમાનત' શરૂ કરાયું

ગુજરાતમાં પશ્ચિમ રેલવેમાં માર્ચ માસ દરમિયાન રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા 74 વ્યક્તિઓના જીવ બચાવવામાં આવ્યા છે. ખોવાયેલા, ભુલા પડેલા એવા કુલ 1420 બાળકોને પરિવારજનો સાથે ભેટો કરાવાયો છે. કેટલાક એવા પણ લોકો છે જેમને સલામત સ્થળે મોકલાયા છે. માર્ચ માસમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા 91 વ્યક્તિઓની ધરપકડ કરાઇ છે. જેઓની પાસેથી 3.12 કરોડનો મૃદ્દામાલ જપ્ત કરાયો હતો.

અત્યાર સુધીમાં 178 વ્યક્તિના જીવ બચાવાયા
રેલવે પરસિરમાં તેમજ ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને સલામતી મળી રહે તેમજ કોઇપણ પ્રકારની મદદ ત્વરીત મળી રહે તે માટે આરપીએફ દ્વારા વિવિધ ઓપરેશનો હાથ ધરાયા છે. ટ્રેનમાં ચઢતા-ઉતરતા કે પછી ટ્રેક પર આવી જતા હોય તેવા મુસાફરોને બચાવવા માટે 'જીવન રક્ષા' ઓપરેશન હાથ ધરાયું છે. જેના થકી માર્ચ માસમાં 50 પુરૂષ અને 24 મહિલાઓના જીવ બચાવાયા છે. તેમજ અત્યાર સુધીમાં 178 વ્યક્તિના જીવ બચાવાયા છે.

'ઓપરેશન માતૃશક્તિ' યોજના
મુસાફરી દરમિયાન ગર્ભવતી મહિલાને પ્રસુતી થાય તેવા કિસ્સામાં 'ઓપરેશન માતૃશક્તિ' યોજના હેઠળ મહિલા આરપીએફ કર્મચારીઓ દ્વારા આવી મહિલાઓની મદદ કરવામાં આવે છે. માર્ચ 2022માં કુલ 10 મહિલાઓની ટ્રેનમા સફળ પ્રસુતિ કરાવાઇ છે. અત્યાર સુધી કુલ 26 મહિલાઓની મદદ કરાઇ છે.

માલસામાન ખોવાયો હોય તેના માટે 'ઓપરેશન અમાનત'
મુસાફરો તેમનો સામાન ભુલી જતા હોય છે તેવા કિસ્સામાં તેઓને શોધીને પરત આપવા માટે 'ઓપરેશન અમાનત' શરૂ કરાયું છે. જે થકી માર્ચ માસમાં 2000થી વધારે માલસામાન કે જેની કિંમત 3.41 કરોડ રૂપિયા છે. તે તેના મુળ માલિકને પરત અપાયો છે. અત્યાર સુધીમાં 9.15 કરોડની કિંમતનો 5337 સામાન તેના માલિકને અપાયો છે.વન્યજીવો , જાનવરોના અંગેનો તસ્કરી અંગેના 3 કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. આવા કુલ 19 મામલામાં 17 વ્યક્તિઓની અત્યાર સુધીમાં ધરપકડ તઇ ચૂકી છે.
અત્યાર સુધીની કામગીરી

ઓપરેશનમાર્ચઅત્યાર સુધીમાં
જીવન રક્ષા74178
ઓપરેશન નન્હે ફરિસ્તે14203621
ઓપરેશન માતૃશક્તિ1026
ઓપરેશન અમાનત20005337
ઓપરેશન NARCOS91245
ઓપરેશન WILEP319
અન્ય સમાચારો પણ છે...