તહેવારમાં અકસ્માત વધ્યા:ગુજરાતમાં દિવાળીના ત્રણ દિવસમાં જ 914 અકસ્માત થયા, મારામારીના કેસોમાં પણ વધારો થયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

દિવાળીના તહેવારો દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે. 108 ઇમરજન્સી સેવાને આ દિવસો દરમ્યાન ખૂબ જ કોલ મળતાં હોય છે ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષે નોંધાતા કેસ કરતાં આવા બનાવોનું પ્રમાણ થોડું ઘટ્યું છે. 108 ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ અકસ્માતના બનાવો રાજ્યમાં વધ્યા હતા. દિવાળીના દિવસે 4.26 ટકા, પડતર દિવસે 5.81 ટકા અને નવા વર્ષના દિવસે 17.03 ટકા કેસો વધ્યા હતા. નવા વર્ષના દિવસે અકસ્માતના કેસો સૌથી વધુ નોંધાયા હતા. દિવાળીના તહેવારના 3 દિવસ દરમિયાન કુલ 914 જેટલા રોજના સરેરાશ માર્ગ અકસ્માતો નોંધાયા હતા. માર્ગ અકસ્માતોમાં મુખ્યત્વે 82 ટકા ટુ-વ્હીલરના અકસ્માતો નોંધાયા છે.

નવા વર્ષના દિવસે સૌથી વધુ માર્ગ અકસ્માતો થયા
રોડ અકસ્માતો (ટ્રોમા વ્હીક્યુલર), નોન-વ્હીકલ ટ્રોમા કેસો જેમ કે શારીરિક હુમલો અને બળી જવાના ઈમરજન્સી કેસોમાં એકંદરે વધારો થવા થયો હતો. નવા વર્ષના દિવસે સૌથી વધુ માર્ગ અકસ્માતો થયા હતા. સામાન્ય દિવસોના કેસો 424ની તુલનામાં 914 જેટલા વધારે હતા. અમદાવાદમાં નવા વર્ષના દિવસે અકસ્માતના 102 કેસ અને 3 દિવસ દરમિયાન 271 કેસ નોંધાયા છે. જે સામાન્ય દિવસોની સરખામણીએ 40.37 ટકા વધુ હતા. સુરત જીલ્લામાં 83 કેસ અને 3 દિવસ દરમિયાન 90 કેસ નોંધાયા હતા. જે સામાન્ય દિવસોની સરખામણીએ 87.50 ટકા વધારે છે.

દાઝી જવાના કેસોમાં વધારો થયો હતો
દિવાળીના 3 દિવસ દરમિયાન દાઝી જવાના કેસોમાં પણ વધારો થયો હતો અને દિવાળીના દિવસે સૌથી વધુ દાઝી જવાના કેસો નોંધાયા હતા જે સામાન્ય દિવસોના 6 કેસોના વલણની સામે 30 કેસો હતા. જેમાં અમદાવાદમાં 17, સુરત અને રાજકોટમાં 7-7, કચ્છમાં 5, વડોદરા અને ભરૂચમાં 3-3 કેસ, ગાંધીનગર, ભાવનગર, આણંદ, મહીસાગર અને ખેડા માંથી 2-2 કેસ નોંધાયા હતા. વલસાડ, અમરેલી, છોટાઉદેપુર, બોટાદ, જૂનાગઢ, દેવભૂમિ-દ્વારકા અને ડાંગમાંથી 1-1 કેસ નોંધાયા હતા.

ઇમરજન્સી કેસો રાતે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ નોંધાયા
વડોદરા જીલ્લામાં 43 કેસ અને 3 દિવસ દરમિયાન 111 નોંધાયા છે જે 42.07 ટકા સામાન્ય દિવસો કરતા વધુ છે. સામાન્ય દિવસોની સરખામણીએ નવા વર્ષ/ભાઈબીજ પર માર્ગ અકસ્માતોની ટકાવારી સૌથી વધુ જોવા મળેલ છે. માર્ગ અકસ્માતોની સંખ્યાના સંદર્ભમાં સુરેન્દ્રનગર છોટાઉદેપુર, મહીસાગર અને નવસારી જીલ્લાઓમાં પણ કેસો વધુ નોંધાયા હતા. ઇમરજન્સી કેસો સાંજે 4 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ નોંધાયા હતા.

તહેવારોમાં શારીરિક હુમલાના કેસો વધ્યા
પ્રાપ્ત થયેલ ઈમરજન્સીની બીજી સૌથી વધુ સંખ્યા શારીરિક હુમલાના કેસો વધ્યા હતા. દિવાળીના તહેવારના 3 દિવસમાં રોજના 246 આસપાસ કેસ નોંધાતા હતા. દિવાળીના દિવસે 257 મારામારીના કેસો નોંધાયા હતા. અમદાવાદમાંથી શારીરિક હુમલાના કેસોમાં (નવા વર્ષના દિવસે 46 કેસો અને 3 દિવસ દરમિયાન 157 કેસો, દાહોદમાં 20 કેસ અને 3 દિવસ દરમિયાન 61 કેસો, ભાવનગરમાં 14 કેસ અને 3 દિવસ દરમિયાન 31 કેસ, જૂનાગઢમાં 12 કેસ અને 3 દિવસ દરમિયાન 26 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...