• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Gujarat, 5 Farmers And 121 Farm Laborers Shortened Their Lives During The Koro Period, The Number Of Suicides Among Landless Farmers Increased.

ખેડૂતો નિઃસહાય:ગુજરાતમાં કોરોના કાળમાં 5 ખેડૂત અને 121 ખેતમજૂરોએ જીવન ટૂંકાવ્યું, જમીન વિહોણા ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું

અમદાવાદ25 દિવસ પહેલા
  • ગુજરાતમાં 0.01 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા ખેડૂતનું દેવું 7 હજાર રૂપિયાની આસપાસ છે
  • 4 થી 10 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોના માથે સરેરાશ 1 લાખ રૂપિયા કરતાં વધારે દેવું

ગુજરાતમાં માવઠું અને વાવાઝોડાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. સરકારે સરવે કરાવીને ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત પણ કરી છે. ત્યારે સૌથી મોટી વાત ખેડૂતો અને ખેતમજૂરોની આત્મહત્યાની છે. રાજ્યમાં કોરોના કાળના વર્ષ 2020માં 126 ખેતમજૂરો અને ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાના આંકડા પ્રકાશમાં આવ્યાં છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના લેટેસ્ટ રિપોર્ટમાં આ વિગતો પ્રકાશમાં આવી છે. ખેતી સાથે સંકળાયેલા 126 લોકોના આપઘાત પૈકી કુલ 5 ખેડૂત અને 121 ખેતમજૂરોએ મોત વ્હાલું કર્યું છે.ગત વર્ષે ગુજરાતમાં 3 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.આ વખતે આંકડો વધીને 5 પર પહોંચ્યો છે.

જમીન વિહોણા ખેડૂતોની આત્મહત્યાના બનાવો વધ્યાં
જેમની પાસે જમીન નથી અને ખેત મજૂર તરીકે કામ કરે છે, એવા લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વધ્યું છે. NCRBના રિપોર્ટ પ્રમાણે, દેશમાં ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા કુલ 10 હજાર 677 લોકોએ આપઘાત કર્યો છે. જેમાં ગુજરાતના જ 126 લોકો સામેલ છે. દેશમાં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌથી વધુ મહારાષ્ટ્રમાં 4006 લોકોએ આપઘાત કર્યો છે. જ્યારે કર્ણાટકમાં 2016, આંધ્રપ્રદેશમાં 889,મધ્ય પ્રદેશમાં 735 ખેત મજૂરો અને ખેડૂતોએ કોરોના કાળમાં પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

રાજ્યના ખેડૂૂતો બેંકોની લોન પર નિર્ભર છે ( પ્રતિકાત્મક તસવીર)
રાજ્યના ખેડૂૂતો બેંકોની લોન પર નિર્ભર છે ( પ્રતિકાત્મક તસવીર)

રાજ્યના ખેડૂતોના માથે 90 હજાર કરોડ રૂપિયાથી વધારે દેવું
રાજ્યના વિવિધ ખેડૂત સંગઠનોના મતે પોલીસ ફરિયાદ થાય ત્યારે કે પછી પાક નિષ્ફળ જવાથી આત્મહત્યા કરવામાં આવી હોવાનું દર્શાવાતું નથી. જેના કારણે સરકારી ચોપડે ખેડૂતોના આપઘાતનો આંકડો ઓછો દેખાય છે. કેન્દ્ર સરકારના તાજેતરના જ એક રિપોર્ટમાં રાજ્યના ખેડૂતોના માથે 90 હજાર કરોડ રૂપિયાથી વધારાનું દેવું છે. ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સાથે જ પાક વીમા યોજનાનું પણ પૂરતુ વળતર નથી મળતુ. જેના કારણે ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયેલા છે અને આત્મહત્યા કરી રહ્યા છે.

4 થી 10 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોના માથે સરેરાશ 1 લાખ રૂપિયા કરતાં વધારે દેવું ( પ્રતિકાત્મક તસવીર)
4 થી 10 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોના માથે સરેરાશ 1 લાખ રૂપિયા કરતાં વધારે દેવું ( પ્રતિકાત્મક તસવીર)

રાજ્યના 42 ટકા કરતાં વધુ ખેડૂતોએ લોન લીધી છે
સરકારી રિપોર્ટમાં સામે આવ્યું છે કે, રાજ્યના 42 ટકા કરતાં વધુ ખેડૂતોએ લોન લીધી છે. ગુજરાતમાં 0.01 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા ખેડૂતનું દેવું 7 હજાર રૂપિયાની આસપાસ છે. 0.01 થી 0.04 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોના માથે 12 હજાર કે તેથી વધુ દેવું છે. એકથી બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોની બેંક લોનનું દેવું 31 હજારની આસપાસ છે.આજ રીતે 2-4 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોના માથે સરેરાશ 82 હજાર અને 4 થી 10 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોના માથે સરેરાશ 1 લાખ રૂપિયા કરતાં વધારે દેવું છે.

ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં ખેડૂતોની આત્મહત્યાના બનાવો

વર્ષઆત્મહત્યા
201445
201557
201630
20174
201821
20193
20205
અન્ય સમાચારો પણ છે...