'ઓપરેશન નન્હે ફરિશ્તે':ગુજરાતમાં છેલ્લા સાત માસમાં ઘર છોડી ભાગેલા 487 બાળકોનું પરિવાર સાથે પુનઃમિલન થયું

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાંથી ચાલુ વર્ષે જુલાઇ માસ સુધીના સાત માસમાં અમદાવાદ વિભાગમાંથી ઘરેથી ભાગેલા 80 બાળકોને રેલવે પ્રોટેક્શન ફોર્સે શોધીને તેમના પરિવારજનોને સુપર્ત કર્યા છે. પશ્ચિમ રેલવ દ્વારા ' ઓપરેશન નન્હે ફરિસ્તે ' અંતર્ગત કુલ આવા 487 બાળકો મળી આવ્યા હતા. જેમાં 313 છોકરા અને 174 છોકરીઓ હતી. જેઓનું સલામત રીતે તેમના પરિવારજનો સાથે પૂનઃમિલન કરાવી આપવાનું માનતાપૂર્ણ અને સરાહનીય કામ આરપીએફ દ્વારા કરાયું છે.

આરપીએફની આ કામગીરીને બિરદાવવામાં આવી
પારીવારીક મુદ્દાઓને લઇને, વધુ સારા જીવન અને ગ્લેમરની શોધમાં જાણ્યે-અજાણ્યે પોતાના પરિવારના સભ્યોને જણાવ્યા વગર ઘર છોડીને આ બાળકો ભાગી ગયા હોવાનું જાણવા મળે છે. 'ઓપરેશન નન્હે ફરિસ્તે' અંતર્ગત પ્લેટફોર્મ, ટ્રેન કે રેલવે પરિસરમાં આરપીએફ દ્વારા એવા બાળકોને શોધી કઢાયા હતા જેઓ ઘર છોડીને ભાગ્યા હોય.પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર પ્રકાશ બુટાની દ્વારા આરપીએફને તેમની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી.

2021માં 600 બાળકોને પરિવાર સાથે મેળાપ કરાવ્યો
બાળકોની સમસ્યા સમજી,તેમનું કાઉન્સેલિંગ કરીને પરિવાર સાથે મિલન કરાવી આપવાની સામાજિક જવાબદારી નિભાવાતા અનેક કુટુંબોમાં ફરીથી આનંદ, ઉલ્લાસ અને હાશકારાની લાગણી જોવા મળી રહી છે.ગત વર્ષ 2021 દરમિયાન આવા કુલ 600 બાળકોને તેમના પરિવારજનો સાથે મેળાપ કરાવી અપાયો હતો. બાળકોના મા-બાપ અને પરિવારજનોએ પણ આરપીએફની આ કામગીરી બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

પશ્ચિમ રેલવેના કયા વિભાગમાંથી કેટલા બાળકો મળ્યા?

વિભાગબાળકો
અમદાવાદ80
વડોદારા63
મુંબઇ181
રતલામ102
રાજકોટ52
ભાવનગર9
કુલ487