તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત બોર્ડનો નિર્ણય:ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો, હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા, જુઓ ધોરણ-10 અને 12ના પ્રશ્નપત્રોના નમૂના

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની મહામારીને કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2020-21માં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ-9થી ધોરણ-12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો છે. જે મુજબ ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા કર્યું છે. જે અગાઉ 20 ટકા હતું.

ધોરણ-12 સાયન્સના પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ યથાવત
જ્યારે ધોરણ-12 સાયન્સમાં અગાઉની જેમ પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ(મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન) અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. ધોરણ-9થી ધોરણ-12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે. આ ફેરફાર અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના મુખ્ય 40 વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ જિલ્લાશિક્ષણાધિકારીઓ મારફતે તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મોકલી આપવામાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ આ વિગતો મુકવામાં આવી છે.

અભ્યાસનો નિયમ એક વર્ષ માટે જ લાગુ પડશે
રાજ્ય સરકારે ગુજરાતમાં એક વર્ષ માટે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કર્યો છે. વર્તમાન કોરોનાની સ્થિતિને કારણે માત્ર એક વર્ષ સુધી જ આ નિયમ લાગુ પડશે. એટલું જ નહીં, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકશે. જો કે, સ્કૂલો ક્યારે શરૂ થશે તે બાબતે હજી સુધી ગુજરાત સરકારે કોઈ નિર્ણય લીધો નથી.

મે મહિનામાં લેવાશે ધો. 10 અને 12ની પરીક્ષા
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી હતી કે, વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપે. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં યોજવાનું અને ધો. 9 અને ધો. 11ની પરીક્ષા જૂન મહિનામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21મેથી ધો. 10 અને 12ની પરીક્ષા શરૂ કરવામાં આવશે.

ધોરણ-10 પ્રશ્નપત્રોના નમૂના

ધોરણ- 10ના ગુજરાતી(પ્રથમ ભાષા) વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ-10ના ગુજરાતી(દ્વીતિય ભાષા) વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ- 10ના ગણિત વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ 10ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ- 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ-10ના હિન્દી વિષય(પ્રથમ ભાષા)ના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ-10ના હિન્દી વિષય(દ્વિતિય ભાષા)ના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ-10ના અંગ્રેજી વિષય(પ્રથમ ભાષા)ના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ-10ના અંગ્રેજી વિષય(દ્વિતિય ભાષા)ના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ-10ના સંસ્કૃત વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ 12ના પ્રશ્નપત્રોના નમૂના

ધોરણ- 12ના અર્થશાસ્ત્ર વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ- 12ના ભૂગોળ વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ- 12ના ગુજરાતી વિષય(પ્રથમ ભાષા)ના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ- 12ના ગુજરાતી વિષય(દ્વિતિય ભાષા)ના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ- 12ના ઈતિહાસ વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ- 12ના મનોવિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ-12ના એકાઉન્ટ વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ-12ના રાજ્યશાસ્ત્ર વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ-12ના સમાજશાસ્ત્ર વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ-12ના વાણિજ્ય વ્યવસ્થા વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ-12ના તત્વજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ-12ના આંકડાશાસ્ત્ર વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ-12ના અંગ્રેજી(દ્વિતિય ભાષા) વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

ધોરણ-12ના હિન્દી(પ્રથમ ભાષા) વિષયના પ્રશ્નપત્રનો નમૂનો જોવા અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...