તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેરોજગારી:ગુજરાતમાં 4 હજાર સરકારી જગ્યા માટે 22 લાખ અરજીઓ આવી, 1.64 લાખ કર્મી આઉટસોર્સ, ફિક્સ પગારના

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેરોજગારોને બેકારી ભથ્થું આપવું જોઇએઃ કોંગ્રેસ

વિધાનસભામાં બેરોજગારી અંગે સરકાર ઉપર આકરા પ્રહાર કરતા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું હતું કે સરકારમાં કાયમી કર્મચારીઓ 2.99 લાખ છે જ્યારે ફિક્સ પગાર, કરાર આધારિત અને આઉટ સોર્સીંગથી 1.64 લાખ કર્મચારીઓ ફરજ બજાવે છે. 45 ટકા કરતા વધુ કર્મચારીઓ આઉટસોર્સ, ફિક્સ પગારે અથવા કોન્ટ્રાક્ટથી નોકરી કરે છે. વર્ષ 2020-21માં સરકારે આ કર્મચારીઓને 907.45 કરોડ પગાર ચૂકવ્યો છે.

પરમારે જણાવ્યું કે 2018થી 2020ના ગાળામાં 4,423 જગ્યાઓ માટે 22.65 લાખ યુવાનોએ અરજી કરી હતી જે રાજ્યમાં બેરોજગારી કેટલી છે તે સ્પષ્ટ કરે છે. કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતિંહ પટેલે કહ્યું હતું કે સરકારે રાજ્યમાં 30 લાખ જેટલા બેરોજગારોને સરકારે બેકારી ભથ્થું આપવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો