રાજ્યમાં કુલ રસીકરણ 9.44 કરોડ થઇ ગયું છે. જેમાંથી 5 કરોડને પહેલો ડોઝ, 4.39 કરોડને બીજો ડોઝ જ્યારે 4.50 લાખને પ્રીકોશનરી ડોઝ અપાયો છે. 5 કરોડ પહેલા ડોઝમાંથી 20 લાખથી વધારે રસીના પહેલા ડોઝ 15થી 18 વર્ષની વયજૂથના કિશોરોને આપવામાં આવ્યો છે. રાજ્યમાં હજુ પણ 13 લાખ લોકો એવા છે જેમણે રસીનો એક પણ ડોઝ લીધો નથી. રાજ્યમાં ગત 3જી જાન્યુઆરીએ 15થી 18 વર્ષ માટે ખાસ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સરકારના દાવા પ્રમાણે 3થી 9 જાન્યુઆરી એટલે કે 6 દિવસમાં અંદાજે 35 લાખ 15થી 18 વર્ષના કિશોરોને રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવશે. જોકે, 11 દિવસમાં અત્યાર સુધી 20 લાખ કિશોરોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે અને હજુ 15 લાખ કિશોરોને રસી આપવાની બાકી છે.
રોજના 6 લાખ કિશોરોને રસીકરણમાં આવરી લેવાના ટાર્ગેટ સામે સરેરાશ રોજ 2 લાખનું જ રસીકરણ થયું છે. ખાસ અભિયાનના પહેલા 2 દિવસમાં 11 લાખને રસી અપાઇ ગઇ હતી જેની સામે બીજા 9 દિવસમાં 9.25 લાખ બાળકોને જ રસી આપી શકાઇ છે. દેશમાં આ વયજૂથમાં રસીકરણનો આંકડો 3 કરોડને પાર થઇ ગયો છે. આ બાબતે ગુજરાતનો દેશમાં સાતમો ક્રમ છે. 3
કિશોરોને રસી આપવામાં ગુજરાત દેશમાં 7મા ક્રમે
રાજ્ય | 15-18માં કુલ રસીકરણ |
ઉત્તરપ્રદેશ | 41 લાખ |
મધ્યપ્રદેશ | 27 લાખ |
બિહાર | 24 લાખ |
મહારાષ્ટ્ર | 23 લાખ |
રાજસ્થાન | 23 લાખ |
આંધ્રપ્રદેશ | 21 લાખ |
ગુજરાત | 20 લાખ |
ભારત | 3 કરોડથી વધુ |
અમદાવાદ કોર્પોરેશનમાં 1.73 લાખ કિશોરોને રસી
અમદાવાદ મહાનગરપાલિકામાં 15થી 18 વયજૂથમાં અત્યાર સુધી 1.73 લાખ રસીકરણ થયું છે. વડોદારમાં 60 હજાર, સુરતમાં 1.47 લાખ, રાજકોટ પાલિકામાં 58 હજાર કિશોરોને રસી અપાઇ ચૂકી છે. મહેસાણામાં 74 હજાર, આણંદમાં 74 હજાર, બનાસકાંઠામાં 1 લાખ, દાહોદમાં 73 હજાર, સાબરકાંઠામાં 55 હજાર, કચ્છમાં 72 હજાર, વલસાડમાં 47 હજારને રસી આપવામાં આવી છે. ડાંગ જિલ્લામાં 11 હજાર કિશોરોને જ રસી અપાઇ છે. બોટાદમાં 22 હજાર, નર્મદામાં 19 હજાર, તાપી જિલ્લામાં 19 હજારને રસી આપવામાં આવી છે.
પહેલા બે દિવસ 5 લાખ રસીકરણ, હવે 50 હજારથી પણ ઓછા લોકોને રસી અપાઈ
તારીખ | 15-18માં રસીકરણ |
3 જાન્યુ. | 494317 |
4 જાન્યુ. | 578149 |
5 જાન્યુ. | 280767 |
6 જાન્યુ. | 265433 |
7 જાન્યુ. | 144793 |
તારીખ | 15-18માં રસીકરણ |
8 જાન્યુ. | 92581 |
9 જાન્યુ. | 17857 |
10 જાન્યુ. | 52256 |
11 જાન્યુ. | 41611 |
12 જાન્યુ. | 46650 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.