ક્રાઇમ:અમદાવાદના ગોમતીપુરમાં સગીરાને લગ્નની લાલચ આપી યુવકે 3 વર્ષ સુધી દુષ્કર્મ કર્યું, સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યાં હતાં

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 3 વર્ષ સુધી સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ સંબંધ બાંધ્યા પછી લગ્નનો ઇનકાર કરી દીધો

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એક સગીરાએ 19 વર્ષીય પ્રેમી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. ગોમતીપુરમાં રહેતી 17 વર્ષીય સગીરા ત્રણ વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી 19 વર્ષીય યુવકના સંપર્કમાં આવી હતી.

બંને વચ્ચે વાતચીતનો દોર લંબાતા તેમની વચ્ચે લાગણીના સબંધો બંધાયા હતા. દરમિયાન યુવકે સગીરાને લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો જેને સગીરાએ સ્વીકારી લીધો હતો. ત્યારબાદ યુવક સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક સબંધો બાંધ્યા હતા. આ સિલસિલો છેલ્લા ત્રણ વર્ષથી ચાલતો હતો. સગીરા જ્યારે પણ લગ્નની વાત કરે યુવક તેને ગમે તે બહાના કરી ટાળતો રહ્યો હતો. દરમિયાન સગીરાને લાગ્યું કે યુવક તેનો ઉપયોગ કરી રહ્યો છે જેથી તેણે યુવક સાથે લગ્ન કરવાની જીદ કરતા યુવકે તેને લગ્ન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. જેથી સગીરા ગુમસુમ રહેવા લાગી હતી. આ બાબત તેની માતાના ધ્યાને આવતા તેમણે દિકરીને પૂછતાં તેણે પોતાની સાથે થયેલા દગાની વાત કરી હતી.

અંતે સગીરાની માતાએ આ બાબતે ગોમતીપુર પોલીસનો સંપર્ક કરતા પોલીસે આરોપી યુવક સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...