તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નલ સે જલ યોજનાની માત્ર જાહેરાત જ:પાંચ વર્ષમાં 5716 ગામોને ટેન્કરથી પાણી આપવું પડ્યું, ટેન્કરોના ફેરા પાછળ 146 કરોડ રૂપિયાનો ખર્ચ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.

રાજ્ય સરકારે વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યના તમામ ઘરોને નળથી પાણી આપવાની નલ સે જલ યોજના પૂર્ણ કરવાની જાહેરાત કરી છે ત્યારે વાસ્તવિકતા એ છે કે પાણીના કોઇપણ સોર્સ ન હોય તેવા ગામોમાં હજુ પણ પીવાનું પાણી પહોંચાડવા માટે ટેન્કરના ફેરા કરવા પડે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે 5716 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડ્યું હતું.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે આ માહિતી રજૂ કરી હતી. ટેન્કરથી પાણી પહોંચાડવા બદલ સરકારને 146.32 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. વર્ષ 2015-16માં 1026 ગામોને 21.62 કરોડના ખર્ચે, વર્ષ 2016-17માં 1283 ગામોને 33.59 કરોડના ખર્ચે, વર્ષ 2017-18માં 1093 ગામોને 20 કરોડના ખર્ચે, વર્ષ 2018-19માં 792 ગામોને 23.75 કરોડના ખર્ચે, વર્ષ 2019-20માં 1149 ગામોને 36 કરોડના ખર્ચે તેમજ વર્ષ 2020માં 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીમાં 373 ગામોને 11.30 કરોડ રૂપિયાના ખર્ચે ટેન્કરથી પાણી આપવામાં આવ્યું હતું.

અન્ય એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યના 278 ગામોને પાઇપલાઇનથી પીવાનું પાણી પૂરું પાડવાનું બાકી છે.

અન્ય સમાચારો પણ છે...