અમદાવાદમાં કોરોના:પાંચ દિવસમાં કોરોનાના 9 હજારથી વધુ ટેસ્ટમાં 103 પોઝિટિવ, 36ને દાખલ કરવા પડ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 12-16 મે દરમિયાન પોઝિટિવિટી રેટ 0.44થી 1.36 પર પહોંચ્યો, ટેસ્ટિંગ યથાવત્ રહ્યુંં પણ કેસ વધ્યા

શહેરમાં છેલ્લા 20 દિવસથી કોરોનાના કેસમાં વધારો થયો છે. 12 મેથી 16 મે સુધીના 5 દિવસમાં શહેરનો પોઝિટિવિટી રેટ અગાઉ 0.44 આસપાસ રહેતો હતો તે વધીને 1.35 સુધી પહોંચી ગયો છે. આ પાંચ દિવસમાં 9 હજારથી વધુના કોરોના ટેસ્ટ થયા, જેમાં 103 લોકો પોઝિટિવ આવ્યા હતા. આમાંથી 36ને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જોકે 84 દર્દી સાજા થયા છે.

હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓની સંખ્યા લગભગ 95 ટકા છે. હોસ્પિટલમાં દાખલ થવાનો દર સતત વધી રહ્યો છે. 12 મેએ જ્યાં હોસ્પિટલાઇઝેશન 4.32 ટકા હતું ત્યાં 16 મેએ 6.80 ટકા જેટલો રેશિયો જોવા મળ્યો છે. બે દિવસ પહેલાં સોલા સિવિલમાં સગર્ભાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને દાખલ કરાઈ હતી પછી તેને રજા આપી હોમ આઈસોલેશનમાં રહેવા કહેવાયું હતું.

5 દિવસના પોઝિટિવ રેટનું સરવૈયું

તારીખપોઝિટિવટેસ્ટિંગદાખલડિસ્ચાર્જ
12 મે20186569
13 મે23187755
14 મે201782718
15 મે151714834
16 મે2518521018

​​​​​​​​​​​​​​કોરોનાના નવા 19 કેસ નોંધાયા
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. 23 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શુક્રવારે પણ કોરોનાથી એકેય દર્દીનું મૃત્યુ થયું નથી. શહેરમાં છેલ્લા 19 દિવસમાં કોરોનાના 300થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી છે.

રવિવારે રસી માટે મેગા કેમ્પ
​​​​​​​શહેરમાં હજુ પણ 5 લાખ લોકો એવા છે જેમણે રસીનો બીજો ડોઝ લીધો નથી. 22 મેને રવિવારના રોજ વેક્સિન માટે મેગા કેમ્પ યોજાશે. સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી તમામ અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન અપાશે. જેમણે રસી નથી લીધી તેને ફોનથી જાણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...