તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In District Panchayat, There Is No Need To Tender In The Grant Of Finance Commission, So The Member Will Suggest Work Within The Limit Of Five Lakhs.

નિર્ણય:જિલ્લા પંચાયતમાં નાણાપંચની ગ્રાન્ટમાં ટેન્ડરિંગ ન કરવું પડે એટલે સભ્ય પાંચ લાખની મર્યાદામાં કામ સૂચવશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જિલ્લા પંચાયતના 34 સદસ્યોને સભ્ય દીઢ 15મા નાણાપંચ હેઠળ 35 લાખની ગ્રાન્ટ મળશે. આ ગ્રાન્ટ હેઠળ સભ્યો પોતાના વિસ્તારમાં વિવિધ વિકાસનાં કામો અંગે સૂચન કરી શકશે, પરંતુ સૂચન કરેલા કામોમાં ટેન્ડરિંગ કરવું પડે નહીં તે માટે સભ્યો પાંચ લાખની મર્યાદામાં કામ નક્કી કરવા આયોજન કરી રહ્યા છે. 26મી ઓગસ્ટ સુધીમાં સભ્યોએ 15મા નાણાપંચનાં કામોની યાદી તૈયાર કરી આપવાની છે.

ગત ટર્મમાં ગ્રાન્ટ વેચી મારવાનો મુદ્દો ચર્ચાસ્પદ રહ્યો હોવાથી સભ્યો ગ્રાન્ટ ઉપયોગ કરે છેકે નહીં? તે માટે ગાંધીનગરથી ખાસ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા પંચાયતમાં ભાજપની 30 બેઠકો અને કોંગ્રેસની 4 બેઠકો છે. નાણાપંચની ગ્રાન્ટ જિલ્લામાં 10,20 અને 70 ટકા પ્રમાણે ફાળવવામાં આવશે, જે મુજબ જિલ્લા પંચાયતને 10 ટકા પ્રમાણે 11 કરોડની ગ્રાન્ટ મળવાની છે. જેમાંથી 34 સભ્યોને સભ્ય દીઠ 35 લાખ ગ્રાન્ટ મળશે. કોંગ્રેસે કટાક્ષ કર્યો હતો કે, જિલ્લામાં વધુ સમય ભાજપની સત્તા છતાં લોકો સુધી વિકાસ પહોંચ્યો નથી. જિલ્લામાં કોન્ટ્રાક્ટરો સાથે મળી 60-40નો રેશિયો ચાલી રહ્યો છે. જીયો ટેગ સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન છે. ત

અન્ય સમાચારો પણ છે...