ડિસેમ્બરમાં ગુજરાતની જીએસટી આવક વધીને રૂ.4,856 કરોડ અને વેટની આવક વધીને રૂ.3,214 કરોડ થઈ છે. પાછલા વર્ષની સરખામણી કરીએ તો ડિસેમ્બર 2021માં જીએસટી રૂ.3,692 કરોડ અને વેટ રૂ.2,645 કરોડની આવક સામે જીએસટીમાં 31.54 ટકા અને વેટમાં 21.52 ટકાનો વધારો થયો છે. એમએસએમઇના ઔદ્યૌગિક ઉત્પાદનમાં થયેલા વધારાને આ માટે કારણભૂત માનવામાં આવે છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે, કોરોના બાદ આંતરરાષ્ટ્રીય માગમા વધારો સાથે સ્થાનિક બજારમાં પણ માગ ખુલ્લી હતી. જેથી ઉત્પાદન વધતાં જીએસટીની આવક વધી છે.
ગુજરાતમાં જીએસટીનું કુલ કલેક્શન 2022માં રૂ. 1.1 લાખ કરોડને સ્પર્શ્યું હતું. જે 2021ની સરખામણીમાં 17% વધારે છે. પ્રથમ વખત વાર્ષિક ટેક્સ મોપ-અપ રૂ. 1 લાખ કરોડના આંકડાને વટાવી ગયું છે. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ રાજ્યના જીએસટી ડિસેમ્બર 2022માં રૂ. 9,238 કરોડની સપાટીએ હતો, જેની સામે 26% વધુ આવક થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.