જૂની અદાવતમાં હત્યા:દાણીલીમડામાં અંગત અદાવતના યુવકની છરીના ઘા ઝીકી હત્યા, માથે અને આંખમાં છરી મારી હતી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી

અમદાવાદ શહેરમાં પણ દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ લથડતી જાય છે અને શહેરમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે દાણીલીમડામાં ફરી અંગત અદાવતમાં એક 18 વર્ષના યુવકની એક અન્ય યુવકે છરીના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઇ ગયો છે. આ અંગે દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું
આ અંગેની વિગત એવી છે કે, દાણીલીમડાના ન્યુ શાહઆલમનગરમાં રેહતા મુમતાઝબાનુંનો 18 વર્ષીય પુત્ર સાહિલ બેરલ માર્કટ ગયો હતો. તે દરમિયાન સાહિલના મિત્રનો ફોન તેની માતાને આવ્યો હતો તેંમાં જણાવ્યું હતું કે, સાહિલને માથાના ભાગે અને આંખમાં છરીના ઘા માર્યા છે અને તે બેભાન હાલતમાં પડ્યો છે, જેથી તાત્કાલિક સાહિલની માતા ઘટના સ્થળે પહોંચી સાહિલ ગંભીર હાલતમાં પડ્યો હતો. સાહિલને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબીએ તેને મૃત જાહેર કર્યો હતો.

સાહિલની દંડા-તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી
આ સમગ્ર ઘટના અંગે સાહિલની માતાએ આરીફ નામના યુવક સામે દાણીલીમડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. સાહિલની માતાનો આરોપ છે જે અનસ પઠાણ અને અયાન ઉર્ફે પાંડા એ જૂની અદાવતમાં એક પ્રસંગ દરમિયાન સાહિલને દંડા અને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે. હાલ દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...