હુમલો:દાણીલીમડામાં પિતા સાથે ઝઘડતાં ભાઈએ સગા ભાઈને છરી મારી દીધી, નાનો ભાઈ છોડાવવા વચ્ચે પડતાં હુમલો

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પૈસા માગવા સાથે મોટો પુત્ર પિતાની સાથે ઝઘડો કરતો હતો

દાણીલીમડામાં મોટાે ભાઈ પિતા પાસે પૈસાની માગણી કરી ઝઘડો કરતાે હતાે, જેથી નાનો ભાઈ છોડાવવા વચ્ચે પડ્યો ત્યારે ઉશ્કેરાયેલા મોટા ભાઈએ નાના ભાઈના ગળા પર છરીનો ઘા મારી દીધો હતો. દાણીલીમડાની ઘટનામાં નાનાભાઈને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે. આ અંગે દાણીલીમડા પોલીસે મોટાભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

પોલીસ સૂત્રો અનુસાર, દાણીલીમડાના શુકનપાર્ક રહીમનગરમાં રહેતા ખુરશીદઆલમ અંસારી સિલાઈકામ કરે છે. ખુરશીદનો ભાઈ મોહંમદઅલી વારંવાર ઘરે આવીને પિતા પાસે પૈસાની માગણી કરતો હતો. પિતાએ પૈસા આપવાની ના પાડી દેતા એક દિવસ ઝઘડો કરીને જતો રહ્યો, બાદમાં સોમવારે સવારે મોહંમદઅલીએ ખુરશીદઆલમના ઘરે આવી પિતા જહીરઉદ્દીન પાસે પૈસાની માગણી કરીને ઝઘડો કર્યો હતો, જેથી ખુરશીદઆલમ વચ્ચે પડ્યા ત્યારે ઉશ્કેરાયેલો મોહંમદઅલી તેના ભાઈ ખુરશીદ સાથે મારઝૂડ કરી, ગળાના ભાગે છરી મારીને ફરાર થઈ ગયો હતો.

ગળાના ભાગે છરી વાગતા લોહીલુહાણ થયેેલા મોહંમદઅલીને માતા-પિતા 108 દ્વારા હોસ્પિટલ લઈ ગયાં હતાં. આ ઘટનાની જાણ દાણીલીમડા પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાં ખુરશીદઆલમે તેના સગાભાઈ મોહમદઅલી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...