હાઇકોર્ટના આદેશની અવગણના:કોરોનામાં અનાથ બનેલું બાળક પરિવાર-કોર્ટ વચ્ચે ફસાયું, દાદા-દાદી લઇને નાસી ગયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • હાઇકોર્ટે અનાથ થયેલા બાળકની કસ્ટડી માસીને સોંપવા આદેશ કર્યો હતો

કોરોનામાં અનાથ થયેલા બાળકની કસ્ટડી માસીને સોંપવાના હાઇકોર્ટના આદેશને અવગણીને દાદા-દાદી પૌત્રને લઇને નાસી છૂટ્યા હતાં. 2 જીમેએ હાઇકોર્ટે 5 વર્ષના દીકરાની કસ્ટડી દાદા-દાદી પાસેથી લઇને 31 મેના રોજ માસીને સોંપવા આદેશ કરતાં, માસી પોલીસ સાથે પોતાના ભાણિયાને લેવા ગઇ હતી. પરંતુ કોઇપણ હિસાબે પૌત્રને નહી આપવા માગતા દાદા-દાદી પૌત્રને લઇને નાસી ગયા હતા. પોલીસે પાડોશીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, વહેલી સવારે તેઓ પૌત્રને લઇને કહ્યા વગર જતાં રહ્યાં છે. માસીએ આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

કોરોનાકાળ દરમિયાન માતા-પિતા બંનેનું મોત થતાં 5 વર્ષનો દીકરો અનાથ બનતાં તેની કસ્ટડી મેળવવા દાદા-નાનાએ હાઇકોર્ટમાં અરજીઓ કરી હતી. જસ્ટિસ સોનિયા ગોકાણીએ દીકરાના ભવિષ્યને ધ્યાનમાં લઇને વૃદ્ધ દાદા કે નાનાને કસ્ટડી આપવાને બદલે તેની ઉચ્ચ શિક્ષિત અને આર્થિક સદ્ધર માસીને કસ્ટડી સોંપવા આદેશ કર્યો હતો.

વેકેશન હોઇ, દાદા-દાદી પાસે 31મી મે સુધી પૌત્રને રાખવાનો આદેશ હોવાથી 1લી જુને માસી તેના ભાણિયાને લેવા પોલીસ સાથે દાદા-દાદીને ઘરે ગઇ ત્યારે તેમના ઘરે તાળું હતું. પાડોશમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેઓ વહેલી સવારે પૌત્રને લઇને ક્યાંક નાસી છૂટ્યા છે.

અન્ય સમાચારો પણ છે...