તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:ચોટીલામાં સોની વેપારીએ વહેલી સવારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

ચોટીલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી

સુરેન્દ્રનગર જીલ્લામાં પાછલા કેટલાક દિવસોમાં આપઘાત કરવાના કિસ્સાઓ ચોંકાવનારી રીતે વધ્યા છે. આર્થિક સંકડામણના લીધે લોકો આવેશમાં આવી જઇને ઝેરી દવા પીને કે ગળે ફાસો ખાવાની સાથે પોતાની જાત જલાવીને મોતને વ્હાલુ કરવાનું પસંદ કરે છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ગામે રહેતા સોની વેપારીએ વહેલી સવારે જીવન ટૂકાવ્યું હતુ. આ સોની વેપારીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત કર્યો હતો. આ ઘટનાના સમાચારો વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.
વ્યાજના વિષચક્રમાં સપડાતાં આપઘાત કર્યો હોવાની આશંકા
આ ગોઝારી ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે આ સોની વેપારી લાખોની ઉઘરાણી ફસાતા વ્યાજના વિષચક્રમાં આવતા પગલું ભર્યાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટનાની જાણ થતા ચોટીલા પોલિસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મૃતક સોની વેપારીની લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી. ચોટીલામાં સોની વેપારીએ ગળે ફાસો ખાઇ આપઘાત કરી મોતને વ્હાલુ કર્યાની ઘટનાથી અને વેપારીનાં આત્મઘાતી પગલાથી નગરજનોમાં અને વેપારી આલમમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. અને પરિવારજનોમાં રોકકળ અને આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ ગોઝારી ઘટનાની વધુ તપાસ ચોટીલા પોલિસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો