PCBની રેડ:ચેનપુરના ભંગારના ગોડાઉનમાં દારૂનું પેકિંગ; સસ્તો દારૂ, એસેન્સ અને કલર મિક્સ કરી 6 મહિનાથી સ્કોચના નામે વેચાણ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ જિલ્લામાં તેમજ બોટાદ પાસે બોગસ દારૂ પીવાના કારણે અનેક લોકોના મોત નીપજ્યા છે. જે દારૂની જગ્યાએ ભેળસેળ કરેલું વસ્તુ હોવાનું સામે આવ્યું છે. હવે અમદાવાદ શહેરમાં રાણીપ જેવા પોઝ ગણાતા વિસ્તારમાં દારૂ બનાવવાનું ગોડાઉન ઝડપાયો છે, તે પણ નકલી. દારૂ બનાવવાનું ગોડાઉન જેમાં સ્કોચની બોટલમાં સસ્તો દારૂ એસેન્સ અને કલર નાખીને દારૂ વેચાતો હતો. પીસીબીએ રેડ કરીને એ આરોપીને ઝડપી પાડે છે. ગોડાઉનમાંથી મોંઘીદારોની બોટલો ઝડપી પાડે છે. ગોડાઉનમાંથી મોંઘી દારૂની બોટલો તેમજ દારૂના સીલ ખોલવાની વસ્તુઓ શોધી કાઢી છે.

અમદાવાદ શહેરના ન્યુ રાણીપ પાસે આવેલા ચેનપુર પાસે એક ગોડાઉનમાં બહારથી ભંગાર દેખાતું હતું. પરંતુ ગોડાઉનની અંદર રીતસર દારૂ બનાવવામાં આવી રહ્યો હતો. જાણે કે તમામ સ્કોચની બોટલ ત્યાં જ પેક થઈ રહી હોય અને તે માટે બે શખસો સસ્તી દારૂની ખાલી બોટલો ખરીદતા. જેમાં તેઓ હલકી ગુણવત્તાનો દારૂ એસેન્સ અને કલર મેળવીને દારૂ નવી બોટલમાં ભરી વેચતા હતા.

અધિકારીના જણાવ્યા અનુસાર આ ગોડાઉન છ મહિનાથી ચાલી રહ્યું હતું. જેમાં આ પ્રકારે દારૂ બની રહ્યો હતો. હાલ એક આરોપી મોન્ટુની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેના સાથીદારને પકડવા માટે પ્રયાસ ધરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ શખસે અનેક બોટલો વેચી નાખી છે અને આ દારૂ કેટલી હલકી ગુણવત્તાનો હતો, તેની તપાસ માટે એફએસએલની મદદ લેવામાં આવી છે જેમાં હલકી ગુણવત્તાના દારૂની જગ્યાએ કોઈ કેમિકલ પણ વપરાયું હોય તેવી આશંકા છે જેનું રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટતા થશે કે તેમાં શું મિલાવવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટતા થશે કે તેમાં શું મેળવવામાં આવતું હતું.

બોટલ સીલ કરવા ખાસ વ્યવસ્થા હતી
ડુપ્લિકેટ દારૂ બનાવતી મીની ફેકટરીમાં બ્રાન્ડેડ દારૂ ખાલી બોટલોમાં મિક્સિંગ કરીને તૈયાર કરાતો હતો. ડુપ્લિકેટ દારૂની બોટલોનું પેકિંગ કરવા માટે એક ખાસ પ્રકારનંુ ટેબલ આરોપીઓએ બનાવ્યું હતું. જેમાં દારૂની સાથે પાણી કલર અને આલ્કોહોલ મિકસ કરી અસલ બોટલની જેમ પેકિંગ કરવામાં આવતું હતું અને તેને ખોખામાં મૂકીને બ્રાન્ડેડ દારૂના નામે વેચાણ કરવામાં આવતું હતું.

અન્ય સમાચારો પણ છે...