• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In charge Raghu Sharma Said, The Second Congress List Will Be Announced Today, A Meeting Of Senior Leaders At A Private Bungalow In Ahmedabad.

તૂટતી કોંગ્રેસ બચાવવા નેતાઓના હવાતિયાં:પ્રભારી રઘુ શર્માએ કહ્યું, આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થશે, અમદાવાદમાં ખાનગી બંગલામાં દિગ્ગજ નેતાઓની મીટિંગ

અમદાવાદ23 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં છે. કેટલાક નેતાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ પણ પહેરી લીધો છે. ત્યારે છેલ્લા બે દિવસમાં કોંગ્રેસમાં સૌથી મોટું ભંગાણ થયું છે. છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલા મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપી દીધું છે. તે ઉપરાંત તલાલાના ધારાસભ્ય ભગા બારડે પણ કેસરીયા કરી લીધા છે. ત્યારે છેલ્લી ઘડીએ જાગેલા કોંગ્રેસના નેતાઓએ અમદાવાદમાં ખાનગી બંગલામાં બેઠક યોજી છે. આ બેઠકમાં ઇન્દ્દનીલ રાજ્યગુરુ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ સહિતના દિગ્ગ્જ્જો હાજર રહ્યાં છે. તે ઉપરાંત આહીર સમાજના મોટા નેતાઓ પણ બેઠકમાં પહોંચ્યા છે. બીજી તરફ પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, આજે મોડી રાત્રે કોંગ્રેસની બીજી યાદી જાહેર થશે.

જીવરાજપાર્કમાં ખાનગી બંગલોમાં મીટિંગ
જીવરાજ પાર્કમાં આવેલા 17B ટ્રસ્ટ નામના મકાનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠક થઈ છે. કોંગ્રેસમાં કકળાટને ખાળવા માટે હવે કોંગ્રેસી નેતાઓને ખાનગી બંગલાઓમાં મીટીંગ કરી રહ્યા છે. પોતાના વિશ્વાશું લોકોને ટીકીટ આપવા કોંગ્રેસી નેતાઓને પાર્ટીની ઓફીસ છોડીને પરિચિત લોકોના મકાન અને અન્ય જગ્યાએ ઉમેદવારોને બોલાવીને પાર્ટીની ટીકીટ આપવાનું અને રણનીતિ બનાવવા માટે મીટીંગ કરી રહ્યા છે.

ભાજપમાં પણ ભડકો થશે- કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ભાજપ પહેલા દિવસથી જ કોંગ્રેસને તોડીને ચૂંટણી લડવા માંગે છે. ચૂંટણી નજીક આવે તેમ કોંગ્રેસના લોકોને લઈ જાય છે. ભાજપનું સંગઠન હચમચી ગયું છે. ભાજપની યાદી જાહેર થયા બાદ ભાજપમાં પણ ભડકો થશે. જેમને વ્યક્તિગત પ્રશ્નો હોય તેમને પણ હું મળી રહ્યો છું. જે કંઈપણ થાય કોંગ્રેસની બીજી યાદીમાં વિલંબ નહીં થાય. 2 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હોવા છતાં વહેલી ટીકિટની યાદી જાહેર થશે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એ પૈકી કેટલાકની ટીકિટ કપાઈ ગઈ છે. અમે ભાજપમાંથી આવનારને ટિકીટ નહીં આપીએ. ટિકિટ અંગે કાર્યકરોને પૂછીને નિર્ણય લેવામાં આવશે.છેલ્લા દિવસ સુધી ફોર્મ પરત ના ખેંચાય એ બાબતનું પણ કોંગ્રેસ ધ્યાન રાખી રહ્યું છે.

અમદાવાદમાં ખાનગી બંગલામાં કોંગ્રેસોના દિગ્ગજોની બેઠક મળી
અમદાવાદમાં ખાનગી બંગલામાં કોંગ્રેસોના દિગ્ગજોની બેઠક મળી

પક્ષપલટુઓએ કાર્યકરોની મહેનતથી ધારાસભ્ય બન્યાં છેઃ મનિષ દોશી
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે. આઇબીના રિપોર્ટ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી હાર તરફ જઈ રહી છે. જેથી તોડજોડની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી એ શરૂ કરી છે. કોંગ્રેસના દિગજ નેતાઓને કોઈને કોઈ કારણોસર ભાજપ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસનાએ નેતાઓએ ના ભૂલવું જોઈએ કે જ્યારે તેમને પક્ષે ટીકીટ આપી હતી અને કાર્યકરોની મહા મહેનતથી જ તેઓ કોંગ્રેસના ધારાસભ્ય બની શક્યા હતા. પક્ષ છોડતા પહેલા આ નેતાઓએ કાર્યકરોની મહેનત અને રાત દિવસના ઉજાગરાઓને ના ભૂલવું જોઈએ કોંગ્રેસે જે તે સમયે આવા નેતાઓને નામ આપ્યું ટિકિટ આપી અને કપરા સંજોગોમાં પણ કોંગ્રેસ પક્ષે આ નેતાઓને સાથ આપ્યો છે.

કોંગ્રેસ તૂટવા મુદ્દે જયરાજસિંહે બળાપો કાઢ્યો
કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને હાલ ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમારે મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાતા જ મીડિયા સમક્ષ બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના 10 જેટલા લેપટોપીયા નેતાના લીધે આ સ્થિતી થઈ છે. તેઓ ગુજરાતના પ્રશ્નોની જાણ દિલ્લી સુધી નથી થવા દેતા, સિનિયર અને અનુભવી નેતાઓની અવગણના થઈ રહી છે, ભાજપમાં નવી પેઢીને તક મળે છે.

તલાલાના ધારાસભ્ય ભગા બારડ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા
તલાલાના ધારાસભ્ય ભગા બારડ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા

તલાલાના ધારાસભ્ય ભગા બારડ ભાજપમા જોડાયા
કોંગ્રેસમાં મોહન રાઠવા બાદ હવે વધુ એક ધારાસભ્ય ભગાભાઈ બારડ ભાજપમાં જોડાઈ ગયાં છે. તલાલાના ધારાસભ્ય ભગાબારડે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.તેઓ આજે કમલમ ખાતે કેસરીયો ખેસ ધારણ કર્યો છે.ભગા બારડ 2007માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી વિજેતા બન્યા હતા. 2017માં પણ તેઓ તલાલા સીટ પરથી ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા હતા.ભાજપ એવું કહે છે કે અમે કોઈને નિમંત્રણ નથી આપતાં તોય રોજ અમારે ત્યાં મહેમાન આવે છે. ગુજરાત કોંગ્રેસ હવે કોંગ્રેસ છોડો અભિયાન ચલાવે છે.

કોંગ્રેસ સમયસર નિર્ણય લેતાં શિખી જાય: મોહનસિંહ રાઠવા
સતત 11 ટર્મ સુધી ધારાસભ્ય રહેલા કોંગ્રેસના છોટાઉદેપુર બેઠકના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ એકાએક કોંગ્રેસને અલવિદા કરી ભાજપની ટોપી પહેરી લીધી છે. મોહનસિંહ રાઠવા ધારાસભ્ય તરીકે તો યથાવત જ રહ્યા છે પણ કોંગ્રેસના તમામ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે આદિવાસી વોટ બેંકમાં બહુ મોટો સંદેશો ભાજપની તરફેણમાં ગયો છે.મોહનસિંહ રાઠવાએ ભાજપ મીડિયા સેલ ખાતે પત્રકાર પરિષદ કર્યા બાદ પરત જઈ રહ્યા હતા તે સમયે દિવ્ય ભાસ્કરે તેમને સવાલ કર્યો હતો કે, 50 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ જ્યારે પાર્ટી છોડી છે તો કોંગ્રેસ માટે શું મેસેજ છે? જવાબમાં મોહનસિંહ રાઠવાએ કહ્યું હતું કે, તે કોંગ્રેસ સાથે દિલથી જોડાયેલા છે પણ કોંગ્રેસ સમયસર નિર્ણય લેતાં શિખી જાય એ મારો સંદેશો છે.

50 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા મોહનસિંહ રાઠવાએ પણ કેસરીયો ખેસ ધારણ કર્યો
50 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા મોહનસિંહ રાઠવાએ પણ કેસરીયો ખેસ ધારણ કર્યો

મોહનસિંહના પુત્રને પાવી જેતપુરથી ટિકિટની ઇચ્છા
નારણસિંહ રાઠવાનું માનવું છે કે તેમનો પુત્ર સંગ્રામને છોટાઉદેપુરથી ટિકિટ મળે, જ્યારે મોહનસિંહના પુત્રને પાવી જેતપુરથી ટિકિટ મળે કે જે હાલ સુખરામસિંહ રાઠવા ધારાસભ્ય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સુખરામસિંહને વચ્ચે લઈ આવવામાં આવ્યા છે. વધુમાં રાજેન્દ્રસિંહ, સુખરામસિંહના જમાઈ પણ થાય છે. બન્ને દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા અને સુખરામસિંહનું કેમ્પ પાવીજેતપુર છે. તો બીજીબાજુ નારણસિંહનું કેમ્પ એમ કહે છે કે પહેલાં મોહનસિંહ પાવીજેતપુરથી જ લડતા હતા. સુખરામસિંહને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે હાઈકમાન્ડ જે કહેશે તે હું કરીશ. પાર્ટીએ મને ઘણું આપ્યું છે. લોકો ઇચ્છતા હશે કે હું ના લડુ, તો હું લડીશ નહિ જ. તો મોહનસિંહ રાઠવાએ કહ્યું હતું કે આમાં બધાને ચૂંટણી લડવાનો હક છે. જેમ સંગ્રામને હક છે, તેવી જ રીતે મારા પુત્ર રાજેન્દ્રસિંહને પણ હક છે.

અન્ય સમાચારો પણ છે...