તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:ચાંદખેડામાં PCBએ દારૂની ભઠ્ઠી પકડતાં PIની બદલી, આસારામ આશ્રમની બાજુમાં આવેલી અવાવરું જગ્યામાં ભઠ્ઠી હતી

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પીસીબીને 70 લી. દેશી દારૂ,12 પીપડામાં 1200 લીટર વોશ મળ્યો હતો. - Divya Bhaskar
પીસીબીને 70 લી. દેશી દારૂ,12 પીપડામાં 1200 લીટર વોશ મળ્યો હતો.
 • 70 લીટર દેશી દારૂ અને 1200 લિટર વોશ જપ્ત કરાયો

ચાંદખેડામાં મોટેરા આસારામ આશ્રમ પાસે અવાવરું જગ્યામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પીસીબીએ દરોડો પડીને 70 લિટર દેશી દારૂ અને જમીનમાં દાટી રાખેલો 1200 લિટર વોશ પકડ્યો હતો. સાથે જ દારૂ બનાવવાની તમામ સામગ્રી પણ મળી હતી. જોકે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઇને પોલીસ કમિશનરે ચાંદખેડા પીઆઈની તાત્કાલિક બદલી કરી છે.

ચાંદખેડામાં મોટેરા આસારામ આશ્રમ નજીકની અવાવરું જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની માહિતી મળતા પીસીબીએ દરોડો પાડીને 70 લિટર દેશી દારૂ અને જમીનમાં 100-100 લિટરના પીપડામાં દાટી રાખેલો 1200 લિટર વોશ જપ્ત કર્યો હતો. સાથે જ દેશી દારૂ બનાવવા માટેની તમામ સામગ્રી પણ મળી આવી હતી. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઇને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ચાંદખેડા પીઆઈ ખરાડીની તાત્કાલિક અસરથી બદલી કરી છે.

પીસીબીના પીઆઈ એચ.કે.સોલંકી અને પીએસઆઈ એ.ડી.ચાવડાને માહિતી મળી હતી કે, ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોટેરા ગામ આસારામ આશ્રમના પાછળના ભાગે અવાવરું જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. આથી પીસીબીની ટીમે દરોડો પાડયો હતો. જોકે ટીમ પહોંચી ત્યારે ત્યાં કોઇ હાજર ન હતું. પરંતુ પોલીસને 2 કેરબામાંથી 70 લિટર દેશી દારૂ મળ્યો હતો.

પોલીસે વધુ તપાસ કરતા ખાડો ખોદીને દાટેલા 100-100 લિટરના એક એવા 12 પીપડા મળ્યા હતા. તે પીપડામાંથી 1200 લિટર વોશ કે જેનાથી દેશી દારૂ બનાવવામાં આવે છે, તે મળી આવ્યો હતો. આ ઉપરાંત દેશી દારૂ બનાવવાની અન્ય સામગ્રી પણ ત્યાં મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા જાણ થઈ હતી કે આ જગ્યાએ કાંતિજી ગલાજી ઠાકોર (રહે. શિવનગર સોસાયટી, આસારામ આશ્રમ પાસે, મોટેરા ગામ, ચાંદખેડા) ભઠ્ઠીમાં દેશી દારૂ બનાવતો હતો. જોકે હજુ સુધી કાંતિજી ઠાકોર પકડાયો નહીં હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

સાઇબર ક્રાઈમના PI ને ચાંદખેડા મુકાયા
પીસીબીની ટીમને ચાંદખેડામાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી, જેની ગંભીરતાથી નોંધ લેવામાં આવતા ચાંદખેડા પીઆઈ આર.એલ.ખરાડીની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી. જ્યારે તેમની જગ્યાએ સાઇબર ક્રાઈમના પીઆઈ કે.વી.પટેલને મુકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો