તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની કાર્યવાહી:ત્રણ દિવસમાં ચાંદખેડા, નિકોલ, અમરાઈવાડી, વિરાટનગર અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં BU પરમિશન વિના ધમધમતા 1507 યુનિટ સીલ કરાયા

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્કૂલો, હોટેલો અને ઓફિસો સહિતના યુનિટોને સીલ મારવામાં આવ્યું - Divya Bhaskar
સ્કૂલો, હોટેલો અને ઓફિસો સહિતના યુનિટોને સીલ મારવામાં આવ્યું
  • 3 દિવસમાં 893 દુકાનો,ઓફિસો અને ક્લાસિસ, હોટેલના 378 રૂમ, રેસ્ટોરન્ટના 43 યુનિટ, 10 સ્કૂલોના 115 રૂમ અને એક ઈન્ડસ્ટ્રીયલ યુનિટ સામે કાર્યવાહી થઈ.
  • 1 જૂનના રોજ AMCના એસ્ટેટ વિભાગ દ્વારા નવરંગપુરા, મોટેરા, રાણીપ, સહિતના વિસ્તારોમાં, પૂર્વ ઝોનમાં ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરાઈ હતી.

અમદાવાદમાં ફાયર NOC તથા BU પરમિશન વિના ચાલતા યુનિટો મુદ્દે હાઈકોર્ટે સરકાર અને કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. ત્યાર બાદ AMCના અધિકારીઓએ એક્શનમાં આવીને BU પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે કાર્યવાહી શરુ કરી હતી. શહેરમાં ચાંદખેડા, નિકોલ, અમરાઈવાડી, વિરાટનગર અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં કુલ 1507 યુનિટને સીલ મારી દેવામાં આવ્યું છે.

હાઈકોર્ટની ટકોર બાદ AMC એક્શનમાં
ગઈ કાલે 1 જૂનના રોજ AMCના એસ્ટેટ વિભાગ દ્વાશહેરના પશ્ચિમઝોનના નવરંગપુરા, મોટેરા, રાણીપ, સહિતના વિસ્તારોમાં, પૂર્વ ઝોનમાં ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં આવેલી BU પરમિશન વગરની મિલકતોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવી છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ કોમ્પ્લેક્સની 692 જેટલી દુકાનોને સીલ મારી દીધું છે. આજે કરેલી કાર્યવાહીમાં સ્કૂલ, હોટલ વગેરેને સીલ મારી દીધા છે. 1 જૂને 851 દુકાનો,ઓફિસો અને ક્લાસિસ, હોટેલના 293 રૂમ, રેસ્ટોરન્ટના 12 યુનિટ, 3 સ્કૂલોના 48 રૂમ અને એક ઈન્ડસ્ટ્રીયલ થઈને કુલ 1206 યુનિટ સીલ કરાયા હતાં.

હાઈકોર્ટની ટકોર બાદ તંત્રએ કાર્યવાહી શરુ કરી
હાઈકોર્ટની ટકોર બાદ તંત્રએ કાર્યવાહી શરુ કરી

ઓઢવમાં 266 જેટલી દુકાનો ઓફિસ સીલ કરાઈ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન વગર અનેક બિલ્ડીંગનો વપરાશ થતો હોવાથી બે નોટિસ આપી હતી છતાં મિલકતધારકો દ્વારા બીયુ લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં મોડી રાતે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલ, સાબરમતી જનપથ હોટલ, મોટેરા વિસ્તારમાં આવેલી મારૂતિનંદન કાઠિયાવાડી હોટલ સહિત 7 જગ્યાઓને સીલ કરી હતી. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે વસ્ત્રાલમાં આવેલા ઓમ આર્કેડની 88 ઓફિસ અને દુકાનો સીલ કરી છે. જ્યારે ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં 266 જેટલી દુકાનો ઓફિસ સીલ કરવામાં આવી છે.

વિવિધ વિસ્તારોમાં સીલ કરવામાં આવેલા યુનિટની વિગત
વિવિધ વિસ્તારોમાં સીલ કરવામાં આવેલા યુનિટની વિગત

મ્યુનિ. કોર્પોરેશનોએ હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું
આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનોએ હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં ગુજરાત સરકાર જ સૌથી મોટી ડિફોલ્ટર હોય એવો ખુલાસો થયો છે. પાટનગર ગાંધીનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે. જૂના અને નવા સચિવાલય તેમજ પોલીસ ભવન જેવી કચેરીઓમાં ફાયર સેફ્ટીનું NOC નથી. તેમજ વડોદરાની 646 હોસ્પિટલ ફાયર NOC વિના ચાલી રહી છે.

ચાંદખેડામાં સીલ કરવામાં આવેલા યુનિટની વિગત
ચાંદખેડામાં સીલ કરવામાં આવેલા યુનિટની વિગત

ફાયર સેફ્ટીની વિગતો રજૂ કરવા આદેશ
હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝાટકણી કાઢતા કહ્યું, માત્ર ખાનગી રહેણાંક, ઉદ્યોગ ગૃહો અને કોમર્શિયલ બિલ્ડીંગની વિગતો પૂરતી નહીં હોય. સરકારી ઇમારતો અને સરકારી શાળાઓની ફાયર સેફ્ટી અંગેની વિગતો પણ કોર્પોરેશને રજૂ કરવી પડશે. હાઈકોર્ટે કહ્યું, તમે જ કહો છો કે તમામ બિલ્ડિંગને લગતી વિગતો ઘણા બધા સેંકડો પાનાઓમાં હશે. એનો મતલબ એ છે કે તમારા અધિકારીઓએ કોર્ટના અગાઉના આદેશોનું પાલન કરવાની તસ્દી લીધી નથી. ગેરકાયદે વપરાશ કર્તાઓ પાસે ટેક્સ ઉઘરાવો છો તો શું તમને ખબર નથી કે બિલ્ડિંગ અસ્તિત્વમાં છે અને તેની જોડે બિલ્ડીંગ વપરાશની પરમીશન નથી?

3 દિવસમાં ઝોન પ્રમાણે થયેલી કામગીરી

ઝોનયુનિટ
ઉત્તર ઝોન14
દક્ષિણ ઝોન104
પૂર્વ ઝોન417
પશ્ચિમ ઝોન132
મધ્ય ઝોન201
ઉત્તર પશ્ચિમ ઝોન93
દક્ષિણ પશ્ચિમ ઝોન32
અન્ય સમાચારો પણ છે...