તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ચાંદખેડામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર 3 લોકોનો લાકડીથી હુમલો; દંપતી ઝડપાયું, 1 ફરાર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધારાની પોલીસ ફોર્સ બોલાવી દંપતીને ઝડપી લીધું, 1 ફરાર
  • આરોપીએ એક યુવક પર તલવાર વડે હુમલો કર્યો હતો

સામાન્ય ઝગડામાં સામેવાળાને તલવાર મારનાર ચાંદખેડાના કુખ્યાત માઈકલને પકડવા પહોંચેલી પોલીસની ટીમ પર માઈકલ અને તેની પત્ની સહિત 3 જણાંએ હુમલો કરી પથ્થરમારો ઉપરાંત, પોલીસ પર લાકડીઓથી હુમલો કરી મુક્કા અને ફેંટોનો માર મારીને ભાગ્યા હતા. જો કે પોલીસે પીછો કરીને માઈકલ અને તેની પત્નીની ધરપકડ કરી હતી.

ચાંદખેડામાં રહેતા ખેલરજી સલાટને રાતે 8 વાગ્યે ખોડિયાર ટી સ્ટોલ સામે છાપરામાં રહેતા માઈકલ દંતાણી સાથે ઝઘડો થતાં માઈકલે ખેલરજી પર તલવાર વડે હુમલો કર્યો હતો. ચાંદખેડા પોલીસ માઈકલને પકડવા માટે ખોડિયાર ટી સ્ટોલ પહોંચી હતી, ત્યાં ખેલરજી અને તેમના મિત્ર મુકેશ ઠક્કરે માઈકલને ઓળખી લઈ તેને ગાડીમાં બેસવાનું કહેતા એક માણસ વચ્ચે પડીને પોલીસને કહ્યું હતું કે તમે આ રીતે માઈકલને ન લઈ જઈ શકો? ત્યારબાદ કોન્સ્ટેબલ કિરણકુમાર પર લાકડીથી હુમલો કર્યો હતો. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ચેહરસિંહ કિરણકુમારને બચાવવા વચ્ચે પડતા તે માણસે ચેહરસિંહને ફેંટો મારી હતી. જ્યારે એક મહિલાએ પોલીસની ટીમ પર પથ્થરમારો કરી માઈકલને ભગાડી મુકયો હતો.

પોલીસે વધારાનો ફોર્સ બોલાવી માઈકલ, હુમલાખોર મહિલા તેમજ એક પુરુષ ત્યાંથી ભાગતાં પોલીસે પીછો કરીને માઈકલ અને મહિલાને ઝડપી લીધા હતા. મહિલાની પૂછપરછ કરતા તે માઈકલની પત્ની ભારતી અને તેની સાથેનો હુમલાખોર નિતેશ પટણી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નાસી છૂટેલા નિતેશ પટણીની શોધખોળ આદરી છે.

બચવા ભાગેલો માઈકલ ખાડામાં પડી જતાં પકડાયો
વધારાનો પોલીસ ફોર્સ આવી પહોંચતા માઈકલ, ભારતી અને નિતેશ છાપરામાં થઇને મેટલવાળા રોડ પર ભાગ્યા હતા. જેમાં માઈકલ નજીકના ખાડામાં પડી જતા પોલીસે તેને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...