નિર્ણય:લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર 3.25 લાખ બાળકોને એપ્રિલ માસના ખર્ચ પેઠે 1500 રૂપિયા આપશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમરસ હોસ્ટેલ, અમદાવાદ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સમરસ હોસ્ટેલ, અમદાવાદ - ફાઇલ તસવીર
  • વિદ્યાર્થીના વાલીના એકાઉન્ટમાં આ રકમ જમા કરાવવામાં આવશે
  • 11000 જેટલા દિવ્યાંગોને પણ સરકાર 1500ની સહાય કરશે

અમદાવાદઃ કોરોના વાઇરસને કારણે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજ્ય સરકારે 3.25 લાખ વિદ્યાર્થીઓને 1500 રૂપિયા આપશે. રાજ્યની આશ્રમશાળા, સમરસ હોસ્ટેલ અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા વિદ્યાર્થીઓ જે હાલ પોતપોતાના ઘરે ગયા છે. તેમને રાજ્ય સરકાર એપ્રિલ મહિનાના ખર્ચ પેઠે 1500 રૂપિયા આપશે. આ રકમ તેમના વાલીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બાળ સંભાળ ગૃહમાં રહેતા બાળકોને પણ સહાય મળશે
રાજ્યમાં દિવ્યાંગ છાત્રાલયમાં રહેતા, અભ્યાસ કરતા અને હાલ ઘરે ગયેલા 11 હજાર દિવ્યાંગ બાળકોને સહાય કરવામાં આવશે. અંદાજે રાજ્યમાં 11 હજાર જેટલા દિવ્યાંગ બાળકો છે. આ સિવાય જે વિદ્યાર્થીઓ બાળ સંભાળ ગૃહમાં રહે છે તેમને પણ આ પ્રમાણે 1500 રૂપિયાની સહાય કરવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...