તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બોગસ બિલિંગમાં ભાવનગરની માધવ કોપર લિ.ની આઈટીસી 137 કરોડ થઈ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અફઝલ સાદિક અલી વધુ બે દિવસ માટે ઇન્ટ્રોગેશન પર

સ્ટેટ જીએસટી વિભાગના રાજ્ય વ્યાપી દરોડામાં 36 પેઢીના 71 સ્થળોએ 80 ટીમોએ કામગીરી કરી હતી. જીએસટી વિભાગની તપાસમાં અફઝલ સવજાણીની 25 બોગસ પેઢીઓ અને મીનાબહેન રાઠોડની 24 પેઢીઓની સંડોવણી બહાર આવી હતી. જ્યારે માધવ કોપર લિ. મોટા પ્રમાણમાં બોગસ બિલિંગ દ્વારા આઈટીસી મેળવવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.

માધવ કોપર લિ. દ્વારા દર્શાવવામાં આવેલી ખરીદી મુજબના શંકાસ્પદ પેઢીઓના સ્થળે તપાસ કામગીરી હાથ ધરાઈ છે. બોગસ પેઢીઓ દ્વારા રૂ. 137 કરોડની આઈટીસી મેળવી કંપનીના ચેરમેન નીલેશ પટેલને હાજર થવા માટે સમન્સ પાઠવાયું છતાં તે હાજર થયો નથી. તપાસમાં કંપનીની જમીન, બેંક એકાઉન્ટ, સ્ટોક, સ્ટાફ કોલોનીના પ્લોટ, મિલકત ઉપર કામચલાઉ ટાંચ મૂકવામાં આવ્યું હતું. જ્યારે અફઝલ સાદિક અલી સવજાણીની બોગસ બિલિંગની પ્રવૃતિમાં સક્રિય ભૂમિકા બહાર આવતા તેની ધરપકડ કરાઈ છે.

કોર્ટે આરોપીને બે દિવસના રિમાન્ડ આપ્યા હતા. જીએસટી અધિકારીઓની ટીમ દ્વારા જ્યારે સાદિકના ઘરે દરોડા પાડવામાં આવ્યો હતો. ભાવનગરમાં વધુ 9 પેઢીઓના સ્થળોએ જીએસટી વિભાગ દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...