• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Bapunagar, The Fetus Of A Dead Baby Born In An Incomplete Month Was Found During The Cleaning Of Drains, The Police Registered A Complaint.

અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:બાપુનગરમાં ગટરની સાફ સફાઈ દરમિયાન અધૂરા માસે જન્મેલું મૃત બાળકનું ભૃણ મળ્યું, પોલીસે ફરિયાદ નોંધી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં નવજાત બાળકોને તરછોડી દેવાના કિસ્સાઓ સતત વધવા માંડ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે બાપુનગરમાં એક ચાલીમાં ગટરની સાફ સફાઈ દરમિયાન અધૂરા માસે જન્મેલું મૃત બાળકનું ભૃણ મળી આવ્યું હતું. જે બનાવ અંગે પોલીસે હાલ તો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનના અને હાલ બાપુનગરમાં આવેલ ચંદુલાલની ચાલી ખાતે રહેતા શીશરામ ભગવાન સિંહ ગુર્જરએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ સવારના સુમારે ફરિયાદીને પડોશમાં રહેતા બનેસિંહ રામજીલાલ ગુર્જરે કહ્યું હતું કે, ગટર છેલ્લા ત્રણ દિવસથી ભરાઈ ગઈ છે. જેથી કોર્પોરેશનમાં ફરિયાદ કરવી છે. બાદમાં ફરિયાદીએ પડોશી બનેસિંહના ફોનથી કોર્પોરેશનમાં આ મામલે જાણ કરી ફરીયાદી અને બનેસિંહ કામ અર્થે નીકળી ગયા હતા.

ત્યારબાદ સાંજના સમયે બંને પરત આવ્યા ત્યારે ચાલીમાં ગટર પાસે લોકો એકઠા થયા હતા. ત્યારે પૂછપરછ કરતા ગટરની સાફ સફાઈ કરતા સમયે ગટરમાંથી અધૂરા માસે જન્મેલું મૃત બાળકનું ભૃણ મળી આવ્યું હોવાની ફરિયાદીને જાણ થઈ હતી. બીજીબાજુ સમગ્ર બનાવ અંગે બાપુનગર પોલીસને કંટ્રોલ મેસેજના આધારે જાણ થતાં પોલિસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...